સુરેન્દ્રનગર / ચોટીલા વિસ્તારમાં એશિયાટિક લાયન્સનું આગમન, વન વિભાગે સતર્ક રહેવા આપી સૂચના

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત સિંહ જોવા મળ્યો છે. ગીર જંગલથી 200 કિલોમીટર દૂર ચોટીલા વિસ્તારમાં પ્રથમ વખત સિંહ દેખાયો છે. અને સ્થાનિક વન વિભાગે પણ સિંહ દેખાયાની પુષ્ટિ કરી છે. ચોટીલામાં જોવા મળેલો સિંહ અમરેલીના બાબરા બાજુથી આવ્યાનું અનુમાન છે. ઢેઢૂકી વિસ્તારમાં સિંહના પંજાના નિશાન મળી આવ્યા છે. ત્યારે વન વિભાગે ચોટીલાના ગામમાં સતર્ક રહેવા સૂચના આપી છે. ગીર જંગલ ટૂંકુ પડકા સિંહ પોતાનું રહેઠાણ વિસ્તારી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ