બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:01 PM, 7 October 2022
ADVERTISEMENT
કોઈ પણ તહેવાર મીઠાઈ વગર અધુરો લાગે છે. ખાસ કરીને દિવાળીના સમયે મીઠાઈનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. શહેરોમાં લોકો બજારમાંથી જ મીઠાઈ ખરીદે છે અને ખાય છે. પરંતુ જાણતા નથી કે આ મીઠાઈ બનાવતા સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં. મીઠાઈમાં યોગ્ય ઘી-તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે પછી સડેલા તેલમાં સુગંધ મિક્ષ કરીને મીઠાઈ બનાવવામાં આવી છે.
ક્યારેક મીઠાઈમાં જૂની સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ઘણા લોકોનું પેટ ખરાબ થઈ જાય છે. તો આ ઝેરી મીઠાઈ ખાતા પહેલા ચોક્કસથી જાણી લો કે મીઠાઈ સારી છે કે ખરાબ. આ સરળ સ્ટેપ્સ દ્વારા તમે એ પણ જાણી શકો છો કે મીઠાઈમાં આર્ટિફિશિયલ રંગો અને કેમિકલ ઉમેરવામાં આવ્યા છે કે કેમ. સિલ્વર વર્ક અને માવો પણ અસલી છે કે નકલી.
ADVERTISEMENT
આર્ટિફિશિયલ રંગની મીઠાઈઓ
બજારની દુકાનો પર દેખાતી આ રંગબેરંગી મીઠાઈઓ તમને ખૂબ બીમાર કરવા માટે પૂરતી છે. તેમને જોઈને મોંમાં પાણી આવી જાય છે અને આપણે તરત જ ખરીદવા માટે દુકાનો પર પહોંચી જઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ મીઠાઈઓમાં હાનિકારક કેમિકલવાળા ફૂડ કલર્સ ભેળવવામાં આવે છે. જેનાથી ત્વચાની એલર્જી, કિડનીની બીમારી અને ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે.
નિષ્ણાતોના મતે મીઠાઈમાં રંગોની માત્રા 100 પીપીએમ સુધી જ હોવી જોઈએ. જો આનાથી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવે તો મીઠાઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
નકલી ચાંદીનું વર્ક
મીઠાઈઓને આકર્ષક અને રોયલ લુક આપવા માટે દિવાળી પર સિલ્વર વર્કનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે મીઠાઈની ચમક વધી જાય છે અને લોકો તેને તરત ખરીદી પણ લે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આજકાલ મોંઘવારીના જમાનામાં લોકો ચાંદી ચોંટાડવાને બદલે એલ્યુમિનિયમ વર્ક લગાવે છે. તે લગભગ જીવલેણ છે.
માવામાં ભેળસેળ
ભારતમાં માવામાંથી બનતી મીઠાઈને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ભેળસેળના મોટાભાગના કિસ્સા પણ માવાના જ હોય છે. તેથી માવાની શુદ્ધતા તપાસવી જરૂરી છે.
મીઠાઈમાં ભેળસેળ
જો તમે દિવાળી પર ગુલાબ જાંબુ લેવા માંગતા હોવ તો પહેલા જાણી લો કે તેમાં સોયાબીનનો લોટ અને સ્ટાર્ચ પણ મિક્સ કરવામાં આવે છે. આને ઓળખવા માટે એક કડાઈમાં ખાંડ નાંખો અને ગુલાબ જામુનને ધીમી આંચ પર ગરમ કરો. આ પ્રક્રિયામાં જો ગુલાબ જાંબુ પાણી છોડવા લાગે તો સમજવું કે નકલી ગુલાબ જાંબુ તમારા ઘરે આવી ગયા છે.
એ જ રીતે કાજુ અને માવામાંથી બનેલી કાજુ કતરી પણ હવે મેદા અને કાજુનું એસેન્શિયલ ઓઈલ ઉમેરીને બનાવવામાં આવી રહી છે. તેનો સ્વાદ તમને રિયલ કાજુ કતરી જેવો જ લાગશે. આ તપાસવા માટે કાજુ કતરીને તમારા હાથ પર મસળીને જુઓ અને તેને ચાખો. જો કાજુ સિવાય અન્ય કોઈ સ્વાદ હોય તો તે કાજુ કતરી નકલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.