બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'તું મારી સાથે સંબંધ ન રાખે તો નાની બેનને મોકલ..', દ્વારકામાં સગીરા તાબે ન થતાં સનકીએ ઝીંકી દીધા છરીના ઘા
Last Updated: 02:51 PM, 11 February 2025
દ્વારકા પાસેના રૂપેણ બંદર વિસ્તારમાંથી એક ચકચારી કેસ સામે આવ્યો છે જેમાં સગીર વયની દીકરી પર એક નરાધમે બદ ઇરાદે ચાકુના ઘા માર્યા ચોરવાડના માછીમારની મોટી દીકરીના લગ્ન દ્વારકા પાસેના રૂપેણ બંદર ખાતે થયા છે એટલે તેમની નાની દીકરી અવાર નવાર બહેન બનેવીને ત્યાં રોકવા માટે આવતી હતી પણ અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારા મોટા બહેન ને કોઇ સ્થાનિક માથાભારે શખ્સ દ્વારા વારંવાર ફોન કરી અને રૂબરૂ બજારમાં મળીને સબંધ રાખવા માટે પરેશાન કરે છે. તેમ દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી વિશ્ર્મય માનસેતાએ જણાવ્યું હતું
ADVERTISEMENT
મન ફાવે તેમ બોલી આવી
આ બાબતે સગીર પીડિતા અને તેમના પિતાએ જણાવ્યું હતું કે ગત તારીખ ૦૮/૦૨/૨૫ ના રોજ બપોરના સમયે મારા બહેનને ફોન આવ્યો કે તું મારી સાથે સબંધ ના રાખે તો તારી નાની બહેનને મારી સાથે સબંધ બાંધી આપ આ સાંભળી મારા બહેન રડવા લાગ્યા જ્યારે મે પૂછતા તેમણે સમગ્ર વાત મને જણાવી ત્યારબાદ મે ફોનમાં વાત કરી એ શખ્સ શબ્બીર ભેંસલીયાને મન ફાવે તેમ બોલી આવી વાત બીજી વાર ના કરવા તથા ફરીવાર આ નંબરમાં ફોન ના કરવા જણાવ્યું હતુ ત્યારબાદ આ વાતનું ખાર રાખી શબ્બીર ભેંસલીયા નામનો માથાભારે શખ્સ રાત્રીના સમયે હું અને મારા બહેન એકલા ઘરે હતા ત્યારે ઘરે આવ્યો હતો.
ADVERTISEMENT
ધારદાર છરી વડે હુમલો
રૂપેણ બંદરના માથાભારે શખ્સ શબ્બીર ભેસલીયા દ્વારા ફરિયાદી સગીર બાળાની બહેનના ઘરે આવ્યો અને કહ્યું કે તું મારી સાથે સબંધ બાંધ અને જો તું સબંધ ના બાંધે તો તારી નાની બહેનને મારી પાસે મોકલ આવું કહી શબ્બીર ભેંસલીયાએ ફરિયાદી સગીર વયની દીકરીનો હાથ પકડી પોતાની તરફ ખેંચી ધક્કો મારી નીચે પટકેલ અને મારી ઉપર ચડવા જતાં મારા મોટા બહેન વચ્ચે આવતા શબ્બીરે પોતાની પાસે રહેલ ધારદાર છરી વડે મારા પર હુમલો કર્યો મે માથાનું ભાગ બચાવી લેવા છરીનું ઘા મારા કાન બાજુ વાગ્યું અને લોહી લુહાણ થઈ ગઈ આજુબાજુના લોકો આવી જતા શબ્બીર નાસી છૂટયો.
વધુ વાંચો:ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરને આવ્યો હાર્ટ એટેક! અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ
અમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને દ્વારકા પોલિસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ દ્વારકા પોલિસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી BNS ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.