બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / in Delhi Three dead as car rams into bus

દિલ્હી / પુરપાટ ઝડપે આવતી કારે બસને મારી ટક્કર, ભયાનક અકસ્માતમાં એક જ પરિવારનાં માતા પુત્રી સહિત ત્રણનાં મોત, બે ઘાયલ

ParthB

Last Updated: 03:50 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના નેશનલ હાઈવે-1 પર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ત્રણના મોત અને બે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

  • દિલ્હીના નેશનલ હાઈવે-1 પર ગંભીર રોડ અકસ્માત
  • ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ 
  • કારની હાલત જોઈને પોલીસની ટીમ પણ દંગ રહી ગઈ  

દિલ્હીના નેશનલ હાઈવે-1 પર ગંભીર રોડ અકસ્માત

દિલ્હીમાં નેશનલ હાઈવે 1 પર સ્થિત નાંગલી પૂનાના બસ સ્ટેન્ડ પર મુસાફરોને લેવા માટે પાર્ક કરેલી બસ સાથે પાછળથી આવતી એક કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા છે, જ્યારે કાર ચાલક અને બાળક ઘાયલ થયા છે. મહિલાઓની ઓળખ હિમાચલ પ્રદેશના હમીરપુરની જ્યોતિ શર્મા, નિશા અને જમના તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળક અને કાર ચાલક હિમાચલના હમીરપુરના સુનિલને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ 

આ અંગે મળતી માહિતી મુજબ, જમના, પુત્રી જ્યોતિ શર્મા, નિશા અને તેના દોઢ વર્ષના પુત્ર સાથે કારમાં હિમાચલથી દિલ્હી આવી રહી હતી. આ દરમિયાન સુનીલ કાર ચલાવી રહ્યો હતો. સોમવારે સવારે જ્યારે તે નાંગલી પૂના પહોંચ્યો ત્યારે બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી બસની પાછળની બાજુએ કાર અચાનક અથડાઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકો ઘાયલ થયા હતા. પાંચેયને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માતા અને પુત્રી સહિત ત્રણ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવી હતી.જ્યારે બાળક અને કાર ચાલકને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.  

કારની હાલત જોઈને પોલીસની ટીમ પણ દંગ રહી ગઈ  

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ પણ કારની હાલત જોઈને દંગ રહી ગઈ હતી. કારને જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે કારની સ્પીડ ઘણી વધારે હશે. બસ અથડાતાની સાથે જ તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.પ્રત્યક્ષદર્શિયોના જણાવ્યા અનુસાર, સવારનો સમય હતો, તેઓ બસ સ્ટેન્ડ પર ઉભી બસની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે બસ આવી ત્યારે તે લોકો બસમાં ચઢવા માટે રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન કાર ફૂલ સ્પીડમાં આવી અને પાછળથી તેને ટક્કર મારી. 

બસમાં સવાર લોકોને પણ ઈજાઓ પહોંચી હતી.

બસમાં પહેલાથી જ બેઠેલા લોકો આગળની સીટો પર અથડાયા, બસ પણ થોડી આગળ સરકી. અથડામણમાં બસમાં સવાર લોકોને પણ ઈજાઓ પહોંચી હતી.ટક્કર બાદ લોકો ગભરાઈ ગયા, જ્યારે તેઓએ બહાર આવીને જોયું તો કારનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો. તેમજ આગળની સીટ પર બેઠેલા લોકોના રડવાનો અવાજ આવ્યો. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો, ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારબાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ