In Delhi, AAP's Huge Win, Ends BJP's 15-Year Control Over Civic Body
ચૂંટણી /
દિલ્હી MCDમાં હવે AAPનું રાજ, કેજરીવાલની પાર્ટીને મળી સંપૂર્ણ બહુમતી, ભાજપ બીજા નંબરે
Team VTV02:33 PM, 07 Dec 22
| Updated: 02:35 PM, 07 Dec 22
દિલ્હી નગર નિગમમાં 15 વર્ષનું ભાજપનું શાસન ખતમ કરતા આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.
દિલ્હી એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત
250 વોર્ડમાંથી અત્યાર સુધી મળી 231થી વધુ બેઠકો
ભાજપને 99 અને કોંગ્રેસને 7 બેઠકો મળી
દિલ્હી એમસીડીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની જીતી થઈ છે. AAPને 250 વોર્ડમાંથી અત્યાર સુધી ઓછામાં ઓછી 131 બેઠક મળી છે. ભાજપને 99 અને કોંગ્રેસને 7 બેઠકો મળી છે.
AAP ने 126 सीटों के साथ बहुमत का आंकड़ा पार किया। भाजपा ने 97 सीटें, कांग्रेस ने 7 सीटें और निर्दलीय उम्मीदवारों ने 3 सीटें जीती।
દિલ્હી એમસીડીમાં ભાજપના પંદર વર્ષના શાસનનો અંત
દિલ્હી એમસીડીમાં ભાજપના પંદર વર્ષના શાસનનો અંત આવ્યો છે. 2015ની સાલથી ભાજપ એમસીડીમાં રાજ કરતું આવ્યું છે પરંતુ હવે કેજરીવાલની આગેવાની આમ આદમી પાર્ટીનું રાજ ચાલશે. 4 ડિસેમ્બરે એમસીડીની 250 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. હવે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજેતા કાઉન્સિલરો મેયરની પસંદગી કરશે.
મેયર કેવી રીતે ચૂંટાય છે?
દિલ્હીમાં મેયરની સીધી ચૂંટણી નથી. વિજેતા કાઉન્સિલરો જ મેયરની પસંદગી કરે છે. જે પાર્ટી MCD ચૂંટણી જીતે છે તેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. પરંતુ એક જ વ્યક્તિ 5 વર્ષ સુધી મેયર રહી, એવું થતું નથી. દિલ્હીમાં પહેલા 3 MCD હતા, હવે એક છે. મેયર કે મેયરનો કાર્યકાળ એક વર્ષનો હોય છે. દર વર્ષે કાઉન્સિલરો મેયરની પસંદગી કરે છે.
उत्तर प्रदेश: AAP ने 126 सीटों के साथ बहुमत का आंकड़ा पार किया। जिसके मद्देनज़र आम आदमी पार्टी के कार्यकर्ताओं ने प्रयागराज में जश्न मनाया। pic.twitter.com/N3SlBulGx6
આ નામો રેસમાં આગળ છે
દિલ્હીના 250 વોર્ડમાંથી મોટાભાગના વોર્ડમાં આમ આદમી પાર્ટી એક્ઝિટ પોલમાં જીતતી જોવા મળી રહી છે. જો આ આંકડાઓ વાસ્તવિકતામાં ફેરવાશે તો પ્રથમ વર્ષમાં મહિલાને મેયર બનાવવામાં આવશે. આ રેસમાં દિલ્હી મહિલા આયોગના સભ્ય પ્રોમિલા ગુપ્તા, AAPના મહિલા એકમના રાજ્ય કન્વીનર નિર્મલા દેવી અને પાર્ટીના નેતા કેપ્ટન શાલિની સિંહ સામેલ છે. અન્ય કેટલાક નામો પણ રેસમાં છે જેના પર પરિણામ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.