બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ચીનના ઝુહાઈ શહેરમાં બેકાબુ કારચાલકે સર્જયો હાહાકાર, 35 લોકોના કચડાઇ જવાથી મોત, 43 ઇજાગ્રસ્ત
Last Updated: 06:41 PM, 12 November 2024
ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં સોમવારની સાંજે એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર એક કાર લોકોના જૂથ પર ઘુસી ગઈ હતી, જેમાં 35 લોકોના મોત થયા હતા અને 43 અન્ય ઘાયલ થયા હતા. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ચીનના ઝુહાઈ શહેરમાં કારની ટક્કરમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે શક્ય તમામ પ્રયાસો કરવાનું વચન આપ્યું છે.
ADVERTISEMENT
પોલીસનું કહેવું છે કે ઝુહાઈ શહેરમાં એક ડ્રાઈવરે ભીડમાં હડફેટે લેતા 35 લોકો માર્યા ગયા અને 43 ઘાયલ થયા. પોલીસે સોમવારે જણાવ્યું કે 62 વર્ષીય ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. તે હુમલો હતો કે અકસ્માત હતો તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. કોઈ હેતુનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અને પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે.
વાહનચાલકની ઓળખ થઇ ચૂકી છે. પોલીસે તે વ્યક્તિની ઓળખ તેના પારિવારિક નામ 'ફેન' થી કરી છે . પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે સાંજે વાહને ઘણા રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુનેગારને કાયદા અનુસાર સજા કરવાની ખાત્રી આપી છે. . જોકે આ ઘટનાના અહેવાલો સત્તાવાર મીડિયામાં વ્યાપકપણે સેન્સર કરવામાં આવ્યા છે, ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રસ્તા પર પડેલા મૃતદેહો અને મદદ માટે ચીસો પાડતા લોકો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.