ભુજઃ 11 હેક્ટરમાં તૈયાર થશે ગુજરાતનું સૌથી મોટુ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વન

By : kaushal 05:26 PM, 10 July 2018 | Updated : 05:26 PM, 10 July 2018
પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામેલા કચ્છના પ્રવાસન સ્થળોમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. ભુજ પાસેના રૂદ્રમાતા નજીક 11 હેકટરમાં રક્ષક વન બનવા જઈ રહ્યું છે. જૂલાઈ માસના અંત સુધીમાં વન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે રક્ષક વનના નિર્માણની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારના વન  વિભાગ દ્વારા રૂપિયા 8 કરોડના ખર્ચે આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાની સાથે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામતો પ્રદેશ બન્યો છે. ત્યારે ભુજથી સફેદ રણ તરફ જતા માર્ગ પર આ ભવ્ય વનનું નિર્માણ થઈ રહ્યું છે. આ વન ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વન બની રહેશે. વનના જુદા જુદા વિભાગોમાં સાંસ્કૃતિ વન, ટુરિસ્ટ પાર્ક, વન કુટીર, બાલ વાટીકા, આરોગ્ય વન, નક્ષત્ર વન સહિત વિવિધ વિભાગો ઉભા કરવામાં આવશે...

તો  વનસ્પતિના વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર અહી કરવામાં આવશે. આરોગ્યલક્ષી વનસ્પતીઓને  પણ અહી આવરી લેવામાં આવશે. અને કઈ વનસ્પતીથી કયા પ્રકારનો ફાયદો થાય છે તેની સમજ પણ પ્રવાસીઓને આપવામાં આવશે. અહીં 30 હજાર જેટલા અલગ અલગ જાતના રોપાઓ તેમજ 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળુ વન નિર્માણ કરવામાં આવશે. રૂદ્રમાતા પાસે બનતા આ વનમાં પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. Recent Story

Popular Story