બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / શિવ ભક્તે ગળું કાપી માનવબલીનો પ્રયાસ કર્યો, ગોંડલમાં કમળપૂજાની ચકચારી ઘટના

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા / શિવ ભક્તે ગળું કાપી માનવબલીનો પ્રયાસ કર્યો, ગોંડલમાં કમળપૂજાની ચકચારી ઘટના

Last Updated: 05:36 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજપરા ગામે કમળપૂજા યોજાઇ હતી.. જેમાં 47 વર્ષીય યુવકનું ગળુ કાપી બલિ ચઢાવવા પ્રયાસ કરાયો હતો.

આપણે ત્યાં અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. ભોજપરા ગામે કમળપૂજા યોજાઇ હતી.. જેમાં 47 વર્ષીય યુવકનું ગળુ કાપી બલિ ચઢાવવા પ્રયાસ કરાયો હતો. જો કે સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો છે.. ટ

બનાવને વિગતે જોઇએ તો ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં ધર્મેનસિંહ નામના વ્યક્તિએ કમળપૂજા કરી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ગળું કાપી કમળપૂજાનો પ્રયાસ કર્યો હતો. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મંદિરમાં જ પોતાના ગળા પર છરી મારી દીધી હતી.

ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઈમાં રહી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. 2 મહિનાથી તેઓ વતન ગોંડલ આવ્યા હતા. હાલ તેઓ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા જેતપુર રોડ પર આસોપાલવ સોસાયટીમાં રહે છે. આ બનાવને લઇને હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અગાઉ રાજકોટમાં પણ આવી ઘટના સામે આવી હતી

ગત વર્ષે એપ્રિલ 2023માં રાજકોટમાં આવીજ એક ઘટના સામે આવી હતી..

જેમાં પતિ પત્નીએ હવન કુંડમાં પોતાની આહુતિ આપી દીધી હતી એટલું જ નહીં અંશ્રદ્ધામાં પડેલા આ દંપતીએ સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમણે આ પગલું ભરવા પાછળ પોતાને જ દોષિત ગણાવ્યા હતા.

રાજકોટ જિલ્લાના વિછીયા ગામે રહેતા હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન મકવાણાએ તાંત્રિક વિધિ કરી હતી ત્યારબાદ બંને પૂજા કરીને હવન કુંડમાં પોતાની બલી ચડાવી મસ્તક હોમી દીધું હતું.. બલી ચઢાવતા પહેલા તેમના સગીર વયના દીકરા અને દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા હતા અને બાદમાં પૂજા વિધિનો સામાન લઈને ખેતર તરફ ગયા હતા.. જ્યારે તેમના દીકરા અને દીકરી પોતાના ખેતરે આવ્યા ત્યારે માતા પિતા નો મૃતદેહ જોઈ બૂમો પાડતા આસપાસમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર બનાવ સામે આવ્યો હતો

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manav Bali Kamal Puja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ