Video / બનાસકાંઠામાં તીડનો આતંક યથાવત, તીડ ભગાવવા પંખા સાથે ખેડૂતે બાંધી થાળી

બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં તીડના આતંકથી ખેડૂતો પરેશાન છે. ખાસ કરીને લાખણી, ડીસા અને પાલનપુરના ખેડૂતો માટે તીડનો આતંક માથાનો દુખાવો બની ગઈ છે. પરંતુ આ માથાના દૂખાવાને દૂર કરવા માટે હવે ખેડૂતોએ નવી તરકીબ શોધી કાઢી છે. આ તરકીબ એટલે કે, પંખા જોડે થાળીને બાંધી દેવી. આ દ્રશ્યોમાં તમે ખેડૂતની કરામતને જોઈ શકો છો. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે, એક ખેડૂતે પોતાના ખેતરની વચ્ચે પોલ ઉભા કરી તેના પર પંખો લટકાવી દીધો છે. જોકે ખેડૂતે પંખાના પાંખિયા નિકાળી દીધા છે અને તેની સાથે તાર બાંધી દીધા છે. આ સાથે જ તેની બાજુમાં એક થાળી લટકાવી દીધી છે. એટલે કે, જેવી જ તીડો જોવા મળે કે, પંખાની સ્વિચ ચાલુ કરી દેવાની અને તે ચાલુ કરતા જ થાળી વાગવાનો અવાજ શરૂ થઈ જાય. આમ તીડને ભગાડવા માટે ખેડૂતો અનેક તરકીબો અજમાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે તીડના કારણે પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ