બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આને કહેવાય ગુજરાતી! એડવાન્સમાં જ PM મોદીને પાઠવી દીધી જન્મદિનની શુભેચ્છા, જુઓ વીડિયો
Last Updated: 08:44 PM, 16 September 2024
નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે PM મોદી આજે ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપૂી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન PM મોદી મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યૂએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતાં પહેલાં રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેમાં ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી. તેમજ બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી. વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. તેમજ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારે આ દરમિયાન એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એડવાન્સમાં જ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા સર હેપી બર્થ ડે ની બુમ પાડી હતી. જેને સાંભળીને મોદીએ હાથ ઉંચો કરીને જન્મદિવસની શુભેરછા ઝીલી હતી.
આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ, માઇભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
આ પછી તો સમગ્ર વાતાવરણ વડાપ્રધાનની જન્મદિવસની શુભેચ્છાથી ભરાઇ ઉઠ્યુ હતુ. જેમાં આ ઘરની આસપાર ઉમટેલા તમામ લોકોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેરછાઓ પાઠવી હતી. ત્યારે આ સમયે વડાપ્રધાન મોદીના મોઢા પર સ્મિત છલકાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.