In Ahmedabad too, people left their homes fearing the earthquake
BIG NEWS /
દિલ્લી સહિત ઉત્તર ભારતમાં ધરા ધણધણી: અમદાવાદમાં પણ ભૂકંપના ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા
Team VTV11:28 PM, 21 Mar 23
| Updated: 11:36 PM, 21 Mar 23
અમદાવાદમાં પણ ભૂકંપના આંચકાની અસર વર્તાઈ; શાહીબાગ, ચાંદલોડિયા અને ચાંદખેડામાં લોકો એપાર્ટમેન્ટના ધાબા પર ચડી ગયા હતા.
દિલ્લી બાદ અમદાવાદમાં પણ ભૂકંપના આંચકાની અસર
ચાંદલોડિયા અને ચાંદખેડામાં ભૂકંપનો આંચકો અસર વર્તાઈ
શાહીબાગ,નિર્ણયનગરમાં ભૂકંપની અસર
અમદાવાદમાં પણ ભૂકંપના આંચકાની અસર વર્તાઈ હોય તેમ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદની હાઇ રાઈસ બિલ્ડિંગના રહીશો નીચે ઉતરી આવ્યા હતા. તો કેટલાક એપાર્ટમેન્ટમાં લોકો ધાબા પર પહોંચી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે જે ભૂકંપનો રિક્ટેલ સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઇ છે. ભારત, પાકિસ્તાન,ચીન, તુર્કમેનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવયા છે. કઝાખસ્તાન, તાજીકિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવયા છે.
ભૂકંપના આંચકાની અસર વર્તાઈ
દિલ્લી બાદ અમદાવાદમાં પણ ભૂકંપના આંચકાની અસર વર્તાઈ હોય તેમ લોકો ભયભિત થયા હતા. ગોતા, રાણિપ, ચાંદલોડિયા અને ચાંદખેડામાં ભૂકંપના આંચકાની અસર વર્તાઈ હોય તેમ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, શાહીબાગ,નિર્ણયનગરમાં ચિંતમાં મુકાયા હતા અને ધાબા પર ચડી ગયા હતા
અમદાવાદમાં ભૂકંપના ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા, કેટલાક વિસ્તારોમાં લોકો ધાબ પર જોવા મળ્યા તો અમુક વિસ્તારમાં એપોર્ટમેન્ટની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા.
લોકોમાં ડર
લોકોમાં બેચેની વધી ગઇ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાનો તરફ દોડવા લાગ્યા હતા. લોકો ઘર, દુકાન, બજાર અથવા ઘરમાં ક્યાંય પણ હતા તેમને તે ખુલ્લામાં જવા દોડ મુકી હતી. હાલ લોકો ભયભીત જોવા મળી રહ્યાં છે.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
-7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
- 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.