બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad, the system built a white topping road and said it will last a long time. Remembering to lay the sewer line, it was dug up

મુશ્કેલી / અમદાવાદમાં તંત્રએ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવી કહ્યું આ લાંબુ ચાલશે, ગટર લાઇન નાંખવાનું યાદ આવતા ખોદી નાંખ્યો, લોકોમાં રોષ

Vishal Khamar

Last Updated: 05:12 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનાં નામે એક મહિના પહેલા જ બનાવેલ રોડ પર ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રોડ અને ખોદકામની કામગીરીને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • પ્રિ-મોન્સૂન કામગીરીના નામે અમદાવાદ મનપાની બેદરકારી
  • લાંબુ આયુષ્ય ધરાવતો વાઈટ ટોપિંગ રોડ પર ખોદકામ શરૂ
  • હાલમાં ગુરુકુળ રોડ પર બનેલા વાઈટ ટોપિંગ રોડ પર ખોદકામ
  • ગટર લાઈનની કામગીરીને લઈને ખોદકામ શરૂ કરવામાં આવ્યું

 ચોમાસામાં રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબુ આયુષ્ય ધરાવતો વાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે હજુ રોડ બન્યાને એક મહિના જેટલો જ સમય વીત્યો છે. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર ખોદકામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકો તેમજ દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

વાઈટ ટોપિંગ રોડ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું

અમદાવાદ મનપાની પ્રિ-મોન્સુનની કામગીરીના નામે બેદરકારી બહાર આવી રહી છે. જેમાં લાંબુ આયુષ્ય ધરાવતો વાઈટ ટોપિંગ રોડ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે એક મહિના પહેલા જ ગુરૂકુળ રોડ પર બનેલા વાઈટ ટોપિંગ રોડ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.  ગટર લાઈનની કામગીરીને લઈને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વાઈટ ટોપિંગ રોડ બનાવવાને લઈ મનપાની પ્રશંસા થઈ હતી. ત્યારે પ્રિ-મોન્સુન કામગીરીનાં નામે લાંબુ આયુષ્ય ધરાવતાં રોડ પર ખોદકામ કરવામાં આવતા દુકાનદારો તેમજ સ્થાનિકોમાં મ્યુનિસિપલ કોર્પોરેશની આ કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

કોર્પોરેશન તેમજ ભાજપ કાર્યાલયમાં અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં કંઈ નિરાકરણ આવ્યું નથીઃ દુકાનદારો
આ બાબતે સ્થાનિક દુકાનદારોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી અહીંયા રોડ બનાવવાના કામગીરી ચાલી રહી હતી. જેનાં લીધે એક તરફનો માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી અમારા ધંધા રોજગારને મોટું નુકશાન થવા પામ્યું છે. ત્યારે રોડ બનીને તૈયાર થઈ ગયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી તેને ખોદીવામાં આવતા અમારા ધંધા રોજગારને મોટી અસર થવા પામી છે. ત્યારે દુકાનદારોએ અનેકવાર કોર્પોરેશન તેમજ ભાજપ કાર્યાલય ખાતે પણ ફરિયાદ કરી હોવા છતાં કંઈ નિરાકરણ આવવા પામ્યું નથી. તેમજ વધુમાં દુકાનદારોએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મત માંગવા દોડી આવતાં કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં દેખાતા નથી.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Naveen Road ahmedabad anger shopkeepers દુકાનદારોમાં રોષ નવીન રોડ પ્રિ-મોન્સૂન કામગીરી ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ