બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad father committed rape by daughter in law
Mahadev Dave
Last Updated: 06:18 PM, 3 May 2023
ADVERTISEMENT
અમદાવાદમાં સબંધોને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ દીકરી સમાન પુત્રવધુની લાજ લૂંટી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. હજી તો દીકરાના લગ્નને ચાર મહિના જ થયા હતા કે હવસખોર પિતાએ દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને બંધક બનાવીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સસરાની હેવાનીયતથી ગભરાયેલી પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
ADVERTISEMENT
સસરા એ જ પુત્રવધુ પર બળાત્કાર ગુજાર્યો
સંબંધોને શર્માસાર કરતા આ કિસ્સાની વિગત એવી છે કે અમદાવાદના પૂર્વમાં રામોલ વિસ્તારમાં રહેતા સસરા એ જ પુત્રવધુ પર બળાત્કાર ગુજાર્યો હતો. રામોલ વિસ્તારમાં પતિ, પત્ની અને સસરા એક મકાનમાં સાથે રહેતા હતા. આ દરમિયાન બે દિવસ પહેલા પુત્ર પોતાની નોકરી પર ગયો હતો. આ વેળાએ સવારે સસરો વાસના ભૂખ્યા વરૂની પુત્રવધુ પર નજર બગાડી તેને હવસનો શિકાર બનાવી હતી. પુત્રવધુ કપડાં ધોઈને બાથરૂમની બહાર નીકળી ત્યારે સસરાએ પુત્રવધૂને પકડી જમીન પર પટકાવી હતી અને બાદમાં તેના હાથ પગ અને મોં બાંધી તેના પર કુકર્મ ગુજર્યું હતો. આથી પુત્રવધુ અવચન બની ગઈ હતી અને પિયર દોડી ગઈ હતી. જ્યા પરિવારને સમગ્ર હકીકત વર્ણવી હતી. જે બાદ પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી લીધી છે..
પુત્રના લગ્નને 4 મહિના જ થયા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીના પુત્રના લગ્નને 4 મહિના જ થયા હતા. આરોપી અને તેનો પુત્ર નોકરી કરે છે જ્યારે પુત્રવધુ ઘરે એકલી રહે છે. ઘટનાના દિવસે આરોપીની નજર પુત્રવધુ પર બગડી હતી. જેથી પુત્ર નોકરી જવા નીકળ્યો ત્યારે સસરા ઘરે રોકાઈ ગયા હતા અને એકલતાનો લાભ લઇ પુત્રવધુ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ઘટનાને લઈને પુત્રવધુએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને મેડીકલ તપાસ કરીને કોર્ટમાં રજૂ કરવાની દિશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.