અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બેંકના લૂંટની ઘટના સામે આવી છે. કે.કે.નગર વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવર પાસે ફાયનાન્સ બેંકમાં લૂંટનો પ્રયાસ થયો. સોનાના દાગીના પર ધીરાણ આપતી બેંકમાં લૂંટનો પ્રયાસ થયો હતો. ઈન્ડિયા ઈન્ફોલાઈન્સ ફાયનાસમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતુ. આ દરમિયાન સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ મળીને લૂંટારાને ઝડપી પાડ્યો હતો. લૂંટારાઓને ઝડપીને સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો છે.