બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / In Ahmedabad and Surat, incidents of molestation of a girl child took place, the police arrested the accused
Last Updated: 10:42 PM, 19 October 2022
ADVERTISEMENT
અમદાવાદ અને સુરતમાં વિશ્વાસ અને સંબંધોને લજવતી શર્મનાક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં નવરંગપુરામાં સ્કૂલ વાનના ડ્રાયવરે 3 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે વિપુલ ઠાકોર નામના ડ્રાયવરની પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. આરોપી વિપુલ ઠાકોર બાળકીને બિભત્સ વીડિયો બતાવીને અડપલા કરતો હતો.
ADVERTISEMENT
શું સમગ્ર બનાવ?
વિગતે વાત કરીએ અમદાવાદના બનાવની તો અમદાવાદની એક જાણીતી સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતી બાળકી સાથે સ્કૂલ ડ્રાઇવરે અડપલાં કર્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલ આ હેવાનનું નામ છે વિપુલ ઠાકોર. જે ઘાટલોડિયા જનતા નગર માં રહે છે અને પરિણીત છે. 8 વર્ષથી આરોપી વિપુલ સ્કૂલ વાન ચલાવે છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલના બાળકોની વર્ધિનું કામ તે કરે છે. તેને હદ વટાવી નાની બાળકી સાથે અડપલાં કર્યા છે. અનેક સમયથી આરોપીએ એક ત્રણેક વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે લાવવા મુકવા જતી વખતે અડપલાં કર્યા હતા. આવું કૃત્યને અંજામ આપ્યા બાદ બાળકી પણ ડરી ગઈ હતી. તે ડરેલી રહેતી હોવાથી તેની માતાએ બાળક ની ભાષામાં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે વાન વાળા અંકલ ગમે ત્યાં ટચ કરતા હતા. ગુપ્ત ભાગો પર ટચ કરીને આરોપી કોઈને ન કહેવા બાળકીને ધમકાવતો. નાની બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે તે તેની માતાને પણ એક વારમાં આ વાત કહી શકી નહોતી.
આરોપી વિપુલની વિકૃત માનસિકતા
આરોપી વિપુલની માનસિકતા એટલી હદે વિકૃત છે કે તે બાળકીને ફોનમાં બીભત્સ કલીપ બતાવતો. બાદમાં તેને અડપલાં કરી છેડતી કરતો હતો. આટલું જ નહીં આરોપીએ બાળકીના શરીરના ગુપ્ત ભાગો પર અડપલાં કરતા તેની તબિયત પણ ખરાબ થઈ હતી. આરોપીએ છેડતી કરતા બાળકી એટલી હદે ગભરાઈ ગઈ કે તેને તાવ આવવા લાગ્યો હતો. .જેથી તેના માતા પિતાએ તેને ડોકટર પાસે લઈ જઈ દવા કરાવી. બાળકીને માનસિક એટલી અસર થઈ ગઈ કે તેને આ બાબતે પૂછવાની પણ તેના માતા પિતાને ડોક્ટરે મનાઈ કરી દીધી છે.
ફોનમાંથી બીભત્સ વિડીયો કલીપ મળી આવી
પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ કરી તો આરોપી વિપુલના ફોનમાંથી બીભત્સ વિડીયો કલીપ મળી આવી છે. જે પુરાવાના આધારે જ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ માતા પિતાએ આ કિસ્સા પરથી બાળકીઓને સ્કૂલ વાનમાં મોકલતા પહેલા ખાસ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી બની છે.
સુરતમાં કાકો હવસખોર નીકળ્યો
તો બીજી તરફ સુરતમાં 17 વર્ષીય કિશોરી સાથે અડપલા કરતો કાકો ઝડપાયો છે. કિશોરીના પિતાએ હેવાન ભાઈ સામે ફરિયાદ નોંઘાવી છે આથી પોલીસે હાલ આરોપી કાકાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં બહેન દીકરીઓ સુરક્ષિત નથી રહી તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે ડિંડોલી વિસ્તારમાંથી. જ્યાં સગા કાકાએ ભત્રીજી સાથે અડપલા કરતા સંબંધો શર્મસાર થયા છે. દીકરી સમાન 17 વર્ષીય કિશોરી સાથે કાકાએ શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કિશોરીની માતા કાકાની આ હરકતને જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન કાકાને ઝડપીને જેલ હવાલે કર્યો છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.