In Ahmedabad, a woman trapped a middle-aged man in a honeytrap, Take Rs 10 lakh and ask for another Rs 5 lakh, see shocking incident
સાવધાન /
અમદાવાદનો ચેતવનારો કિસ્સોઃ મહિલાએ મિત્રતા કેળવીને આધેડના નગ્ન ફોટા મંગાવ્યા, પછી જુઓ કેવો ખેલ કર્યો
Team VTV10:02 PM, 01 May 22
| Updated: 10:56 PM, 01 May 22
મિત્રતા કેળવી મહિલાએ આધેડના નગ્ન ફોટા મંગાવ્યા અને વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયા રૂપિયા પડાવવાનો કારસો રચ્યો
અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો બનાવ
મહિલાએ આધેડને ફાસવ્યા હનીટ્રેપમાં
ધમકી આપી 10 લાખની કરી ઉઘરાણી
પોલીસ ફરીયાદ થતાં આરોપી ઝડપાયા
આજકાલ હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક આધેડ સાથે મહિલાએ મિત્રતા કેળવી તેની સાથે અશ્લીલ ફોટા પાડ્યા હતા ત્યારબાદ મહિલા પોતે ગર્ભવતી છે એવું કહીને આધેડ પાસે રૂ.10 લાખની માંગણી કરી હતી અન્યથા તે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. જ્યારે આધેડે સમગ્ર મામલે પોલીસ ફરીયાદ કરતાં નડિયાદ પોલીસે હનીટ્રેપનો ગુનોં નોંધી આ મામલામાં ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 3 આરોપીને અટકાયત કરી
અમદાવાદના આધેડને મહિલા સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મિત્રતા કેળવી મહિલાએ આ આધેડના નગ્ન ફોટા મંગાવ્યા હતા અને એ બાદ આ ફોટાને વાયરલ કરવાની ધમકી આપી કટકે કટકે દસ લાખ ઉપરાંતની રકમ પડાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મહિલા અને તેના મળતીયાઓએ સમાધાન માટે વધુ રૂપિયા 5 લાખ માંગતા અંતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આધેડે આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે મહિલા સહિત તેના બહેન બનેવી અને અન્ય એક શખ્સ મળી કુલ 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ત્રણ આરોપીઓને અટકાયત કરી છે.
કેવી રીતે આઘેડને જાળમાં ફસાયા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આધેડ પોતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી આશરે અઢી માસ ઉપર આ આધેડ ઉપર દક્ષાબેન નામનો અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને એ બાદ બંને વચ્ચે મીઠી મીઠી વાતો થતા મિત્રતા કેળવાઈ હતી. વાતવાતમાં દક્ષાબેન નામની મહિલાએ આ આધેડના નગ્ન ફોટા ફોન મારફતે મંગાવ્યા હતા અને 28 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે દક્ષાબેને ફોન કરી નડિયાદ મળવા આધેડને બોલાવ્યા હતા.
મહિલા પ્રેગન્ટ છે અને ઝેર પીધું છે કહી વધુ રૂપિયા પડાવ્યા
બંને નડિયાદ રેલવે સ્ટેશન સામે મળ્યા હતા અને એ બાદ બન્નૈ એક્ટિવા લઈને ખાત્રજ ચોકડી ખાતે આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ત્યાં એકાદ કલાક રોકાઈ નડિયાદ આવવા નીકળ્યા હતા. ત્યાંથી નડિયાદ નજીક આવતા આ શખ્સની પાછળ એક વેગેનાર ગાડી આવી હતી. આ ગાડીવાળાએ આધેડને રોકી જણાવ્યું કે, અમો દક્ષાબેનના બેન બનેવી છે તથા અન્ય એક ઈસમે પોતાની ઓળખાણ હિતેશભાઈ તરીકે આપી હતી. આ તમામે જણાવેલું કે તમે ગેસ્ટ હાઉસમાં એકાંત માણી આવ્યા છો તમે પોલીસ સ્ટેશન ચાલો તમારા પર કેસ કરવાના છે. તમારા નગ્ન ફોટા પણ અમારી પાસે છે. અને આ મામલો રફેદફે કરવો હોય તો 2 લાખ 50 હજાર આપો જેથી તુરંત ગુગલ પે દ્વારા થોડી રકમ અને બાકીની રકમ આંગડિયા દ્વારા મોકલી આપી હતી. જોકે, તે બાદ પણ આ મહિલા અને તેના મળતિયાઓએ યેનકેન પ્રકારે અમદાવાદના આધેડ પાસેથી કોઈ કેસ નહીં કરવાના અને તેના ફોટા વાયરલ કરવાની તથા મહિલાએ ઝેર પીધું છે અને પ્રેગનેન્ટ છે તેવું જણાવી કટકે કટકે રૂપિયા 10 લાખ 3 હજાર પડાવી લીધા હતા.
આ રેકેટમાં કોણ કોણ સામેલ?
આ બાદ પણ ફોટા ડિલીટ કરવાના અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તથા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધારે 5 લાખ રૂપિયાની માગણી કરવા માટે દબાણ કરવામાં આવતાં અંતે આ આધેડે પોલીસનો સહારો લીધો છે. આ મામલે ભોગ બનનાર આધેડે દક્ષા, હિતેશ તથા દક્ષાના બેન તેમજ દક્ષાના બનેવી (તમામ રહે.નડિયાદ) સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દક્ષા ભોઈ, હિતેશ પ્રજાપતિ અને રેખાબેન પાવળિયાની ધરપકડ કરી નડિયાદ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.