બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad, a girl made Shri Ganesha by cutting colored cloth

મહિલાની કારિગીરી / અમદાવાદ : 11 ફૂટ ઊંચા અને 9 ફૂટ પહોળાં, રંગીન કાપડનું કટિંગ કરીને બનાવ્યા શ્રી ગણેશ, મોઝેક પિક્સેલ આર્ટ વર્કનો ઉત્તમ નમૂનો

Mahadev Dave

Last Updated: 10:06 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એક મહિલા આર્ટિસ્ટે કાપડની અંદર સિલાઈ કરી ગણેશજી કંડાર્યા છે. જે કળા બદલ તેનું એવોર્ડ આપીને બહુમાન કરાયું છે.

  • અમદાવાદ શહેરના મહિલા આર્ટિસ્ટ બનાવ્યાં અનોખા ગણેશ
  • અમદાવાદમાં કાપડના ગણેશજી
  • 11 ફીટ ઊંચા અને 9 ફૂટ પહોળી સાઈઝમાં બનાવ્યા ગણેશજી
  • અલગ અલગ કાપડનું કટિંગ કરીને ગણેશ બનાવ્યા

હિન્દુ ધર્મમાં જેમની સૌપ્રથમ પૂજા થાય છે તેવા ગરવા ગણેશજીના પર્વને લઈને સમગ્ર દેશમાં ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભક્તો દ્વારા માટીની મૂર્તિ, ગાયના છાણમાંથી બનેલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું છે. જેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. હવે દુંદાળા દેવના વિસર્જનની ઘડીઓ ગણાય રહી આવી સ્થિતિ વચ્ચે અમદાવાદના એક મહિલા આર્ટિસ્ટે કાપડની અંદર સિલાઈ કરી ગણેશજી કંડાર્યા છે. જેનું એવોર્ડ થકી બહુમાન પણ કરાયું છે.

In Ahmedabad, a girl made Shri Ganesha by cutting colored cloth

વૈશાલી સોનીએ મોઝેક પિક્સેલ આર્ટ વર્ક દ્વારા તૈયાર કર્યા ગણેશ

અમદાવાદ શહેરના મહિલા આર્ટિસ્ટે કાપડના ગણેશજી બનાવ્યા છે. જેમાં 11 ફુટ ઊંચા અને 9 ફૂટ પહોળી સાઈઝમાં ગણેશજી બનાવાયા છે. યુવતીએ દિવસ રાત એક કરી અલગ અલગ કાપડનું કટિંગ કરીને ગણેશજી બનાવ્યા છે. વૈશાલી સોની નામના આર્ટિસ્ટે મોઝેક પિક્સેલ આર્ટ વર્ક દ્વારા ગણેશજી તૈયાર કર્યા છે. જેમાં કુલ 8437 કાપડના ટુકડાને જોડીને 11.6 ફુટ x 9.6ના આબેહૂબ વિઘ્નહર્તા બનાવાયા છે.

In Ahmedabad, a girl made Shri Ganesha by cutting colored cloth

કુલ 8437 કાપડના ટુકડાને જોડીને 11.6 ફુટ x 9.6 ફીટના ગણેશ તૈયાર કર્યા
કલરફુલ કાપડને અલગ અલગ રીતે જોડીને તેમાં સિલાઈ કર્યા બાદ આ ગણેશજીનું ચિત્ર બનાવ્યું છે. આ ઉપરાંત મહિલા રંગોળી અને જુદીજુદી આર્ટસ પણ જાણે છે. તેમાં પણ તે હાથ જમાવે છે તેમની આ કલાની કદર કરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે જેને લઇને યુવતીએ ખુશી વ્યક્ત કરી હતી.

In Ahmedabad, a girl made Shri Ganesha by cutting colored cloth

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad colored cloth ganesh mahotsav 2023 અમદાવાદ કાપડના ગણેશ મહિલાની કારિગીરી મોઝેક પિક્સેલ આર્ટ વર્ક ganesh mahotsav 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ