બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં એલન મસ્ક બીજા ક્રમાંકે સરકી ગયા, એક જ દિવસમાં નેટવર્થ ડાઉન
Last Updated: 03:41 PM, 15 June 2024
એક જ રાતમાં દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ઈલોન મસ્કના હાથમાંથી એક જ દિવસમાં નંબર વન અમીરનું પદ છીનવાઈ ગયું છે. મસ્ક ગુરુવારે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા પરંતુ શુક્રવારે તેઓ બીજા સ્થાને સરકી ગયા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે મસ્કની નેટવર્થમાં $3.19 બિલિયનનો ઘટાડો થયો છે. તેમની કુલ સંપત્તિ હવે $203 બિલિયન છે, જ્યારે એમેઝોનના જેફ બેઝોસે તેમને $206 બિલિયન સાથે પાછળ છોડી દીધા છે.
ADVERTISEMENT
મસ્કની નેટવર્થમાં $25.7 બિલિયનનો ઘટાડો
આ વર્ષે બેઝોસની નેટવર્થમાં $29.3 બિલિયનનો વધારો થયો છે, જ્યારે મસ્કની નેટવર્થમાં $25.7 બિલિયનનો ઘટાડો થયો છે. લાંબા સમય સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન ધરાવતા બર્નાર્ડ આર્નોલ્ટ $198 બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને સરકી ગયા છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ 179 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં ચોથા સ્થાને છે.આ વર્ષે તેની નેટવર્થ $51 બિલિયન વધી છે.
ADVERTISEMENT
લેરી પેજ પાંચમા સ્થાને
લેરી પેજ $157 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે અને માઇક્રોસોફ્ટના સ્થાપક $155 બિલિયન સાથે છઠ્ઠા સ્થાને છે. સ્ટીવ બાલ્મર ($153 બિલિયન) સાતમા ક્રમે, લેરી એલિસન ($150 બિલિયન) આઠમા ક્રમે, સેર્ગેઈ બ્રિન ($147 બિલિયન) નવમા અને વોરેન બફેટ ($134 બિલિયન) દસમા ક્રમે છે. અમેરિકન AI ચિપ નિર્માતા Nvidia ના CEO જેન્સેન હુઆંગ $116 બિલિયનની નેટવર્થ સાથે 11માં નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ $71.7 બિલિયન વધી છે.
મુકેશ અંબાણી સૌથી ધનિક લોકોની યાદીમાં 13મા ક્રમે
વિશ્વના ટોચના 12 અબજોપતિઓમાંથી 11 અમેરિકાના છે. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 113 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13મા ક્રમે છે. શુક્રવારે, તેમની નેટવર્થ $685 મિલિયન વધી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની નેટવર્થમાં આ વર્ષે 16.2 બિલિયન ડોલરનો વધારો થયો છે.
આ પણ વાંચોઃ આ છે વિશ્વની સૌથી મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટ, જેની એક ડિશનો ખર્ચ જાણશો તો ચક્કર આવી જશે
ગૌતમ અદાણી14મા ક્રમે
દરમિયાન, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 107 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 14મા ક્રમે છે. શુક્રવારે તેમની નેટવર્થમાં $69.6 બિલિયનનો વધારો થયો છે અને આ વર્ષે તેમાં $22.3 બિલિયનનો વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.