સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલના બે અધિકારી CBIના સકંજામાં ફસાયા, અમદાવાદમાં CBIના દરોડામાં બે મેડિકલ ઓફિસર 3.50 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદમાં CBIની દરોડા
બે મેડિકલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા
ફાર્માસ્યુટીકલ કંપની પાસે માગી હતી લાંચ
અમદાવાદમાં CBIની ટીમે રવિવારે દરોડા પાડવાની કામીગીરી કરી હતી. જેમાં બે મેડિકલ ઓફિસર 3.50 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલના બે અધિકારી CBIના સકંજામાં ફસાયા છે. મેડિકલ અધિકારીઓએ એક ફાર્માસ્યુટીકલ કંપની પાસે લાંચ માગી હતી. દરોડા દરમિયાન વધુ 25 લાખની રોકડ રકમ પણ મળી આવી છે. અમદાવાદમાંથી પરાગ ગૌતમ અને આર.મોહન નામના અધિકારી વિરુદ્ધ ફરિયાદ મળી હતી. જેને લઈ કાર્યવાહી કરીને બંને સામે ગાંધીનગર CBIમાં ગુનો નોંધાયો છે. એક અધિકારીને ત્યાંથી 14 લાખ, બીજાને ત્યાંથી 11 લાખની રોકડ મળી હતી.
Central Bureau of Investigation has arrested a Medical Device Officer of Central Drugs Standard Control Organisation (CDSCO), Ahmedabad and his colleague in an alleged bribery case of Rs 3.50 lakhs, Rs 25 lakh in cash recovered