બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In 24 hours heavy rain will fall in so many districts including Ahmedabad, Surat, Meghraja will do tandav for 5 days

હવામાનની આગાહી / 24 જ કલાકમાં અમદાવાદ, સુરત સહિત આટલા જિલ્લામાં પડશે ભારે વરસાદ, 5 દિવસ તાંડવ કરશે મેઘરાજા: જાણો શું છે આગાહી

Priyakant

Last Updated: 02:43 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast News: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની શક્યતા

  • હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ
  • 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની શક્યતા
  • અમદાવાદમાં 24 કલાકમાં વરસાદની આગાહી, ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ સાથે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. આ તરફ હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. અહીં અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં તો અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ પડ્યો છે. 

5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદમાં હળવો વરસાદ થશે
હવામાનની આગાહી મુજબ 24 કલાકમાં અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે હવામાને આગાહી કરી છે કે, રાજ્યમાં 24 કલાક બાદ ધીમે ધીમે વરસાદ ઘટશે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે. જોકે ગઇકાલથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડને મેઘરાજાએ રીતસરનું ઘમરોળ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Forecast ગુજરાતમાં ભારે વરસાદ ભારે વરસાદ હવામાન વિભાગ હવામાનની આગાહી gujarat rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ