imran khan says when i used to come from india after playing cricket i used to think i came from poor country to rich country
બફાટ /
ભારતમાંથી રમીને પરત આવતો ત્યારે લાગતું હતું કે ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવ્યો : ઈમરાન
Team VTV02:54 PM, 05 Mar 21
| Updated: 03:09 PM, 05 Mar 21
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાખ ખાનની ખુરશી પર સંકટ ઘેરાઇ રહ્યું છે અને વિપક્ષ ઇચ્છે તો શનિવારે જ તેમની સરકાર પાડી શકે તેમ છે ત્યારે ઇમરાન ખાને ભારતને લઈને નિવેદન આપ્યું છે.
ઇમરાન ખાનનું રાષ્ટ્રજોગ સંબોધન
ભારતને કર્યો યાદ
કહ્યું- 1980માં જ્યારે હું રમીને આવતો ત્યારે એવું થતું કે ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવ્યો છું
ઉલ્લેખનીય છે કે, શનિવારે સંસદમાં ઇમરાન ખાને બહુમત સાબિત કરવાનો છે ત્યારે ગુરૂવારે સાંજે નેશનલ ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઇમરાન ખાને ઇમોશનલ ડ્રામા કરવાનો પ્રયાસ કર્યો હતો. તો ભારતને લઈને પણ વાત ઉચ્ચારી હતી.
જ્યારે હું ભારતમાંથી પરત ફરતો ત્યારે એવું થતું કે, ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવ્યો છું
ઇમરાને કહ્યું કે, 1980ના દાયકામાં જ્યારે તે ભારતમાંથી ક્રિકેટ રમીને પાકિસ્તાન પરત ફરતો ત્યારે એવું લાગતું હતું કે, ગરીબ દેશમાંથી તે અમીર દેશમાં આવી ગયા. ધીમે-ધીમે ભ્રષ્ટ નેતાઓએ દેશને બરબાદ કરવાનું શરૂ કર્યું અને આજે સ્થિતિ કાઇક અલગ છે.
ગાંધીજીએ ધરણા કર્યા હતા
ઇમરાન ખાને યાદ કર્યું કે, પાકિસ્તાન જ્યારે ભારતથી અલગ થયું ત્યારે પાકિસ્તાન પાસે દેશ ચલાવવા માટે રૂપિયા નહોતા, જે ભારતે આપ્યા હતા. તેના માટે મહાત્મા ગાંધીએ ધરણા કર્યા હતા અને તે રકમ આજે પણ પાકિસ્તાન પર આપી શક્યું નથી.
શનિવારે ઈમરાનની સરકાર પડી શકે છે
ઇમરાન ખાન સરકારના નાણામંત્રી હફીઝ શેખને સેનેટની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદથી વિપક્ષનો દબદબો આવ્યો છે અને ઇમરાન ખાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ઝડપથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે, ઇમરાન ખાને ગુરુવારે આર્મી ચીફ અને આઈએસઆઈના વડા સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ ઇમરાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઇમરાને કહ્યું કે, હું વિશ્વાસ મતની ગતિ લાવવાની છું. પછી મારે વિપક્ષમાં બેસવું પડશે અથવા ઘરની બહાર નીકળવું પડશે, તે વાંધો નથી. ઇમરાન ખાને આક્ષેપ કર્યો હતો કે સેનેટની ચૂંટણીમાં દેશમાં ભ્રષ્ટાચાર ઘણા સમયથી ચાલી રહ્યો છે.