Sunday, May 26, 2019

ઇમરાન ખાનની ભાષા બદલાઇ નામ લીધા વગર PM મોદી પર કર્યા પ્રહાર

ઇમરાન ખાનની ભાષા બદલાઇ  નામ લીધા વગર PM મોદી પર કર્યા પ્રહાર
કરતારપુર કોરિડોરનો શિલાન્યસ બાદ આશા રાખવામાં આવી રહી હતી કે પાકિસ્તાન હવે વાતચિત માટે સારુ વાતાવરણ બનાવવા માગે છે અને મંત્રણા કરવા માગે છે પરંતુ કરતારપુર કોરિડોરના શિલાન્યાસના થોડા દિવસોમાં જ ઇમરાન ખાને અસલી ચહેરો દેખાડી દીધો છે. 

વોશિંગટન પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને ખાને નામ લીધા વગર જ ભાજપ અને પ્રધાનમંત્રી મોદી પર સવાલો કર્યા હતા. ઇમરાને જણાવ્યું હતું કે ભારતનો વર્તમાન સાશક પક્ષ મુસ્લિમ અને પાકિસ્તાન વિરોધી છે. 

ઇમરાન ખાને મોદી કે ભાજપનું નામ લીધા વગર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે ભારતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના માટે પાકિસ્તાનના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ ઉપરાંત મુંબઈ હુમલા વિશે ઇમરાને જણાવ્યું હતું કે મુંબઈ હુમલાના કેસનો નિર્ણય આવે તેમાં પાકિસ્તાનનું પણ હિત રહેલુ છે. જેથી અમે આ હુમલા અંગે તપાસ કરી રહ્યા છીએ. 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કરતારપુર કોરિડોરનનું નિર્માણ એ પાકિસ્તાન તરફથી એક પહેલ છે. આશા છે કે ભારત ચૂંટણી પછી ફરી એકવાર વાર્તાલાપ શરૂ કરશે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ