નવસારીમાં CM રૂપાણીનું મહત્વનું નિવેદન, ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત

By : admin 03:39 PM, 24 January 2019 | Updated : 03:39 PM, 24 January 2019
ભારતની હારમાળાઓ બનાવતો એક્સપ્રેસ હાઇવે આદિવાસી વિસ્તારની જમીનની છાતીઓ ચીરીને પસાર થવાની કામગીરીઓ શરૂ થઇ હતી. સુરતથી લઈને નાસિક અને અમદાવાદને જોડાતાઓ એક્સપ્રેસ હાઇવે ભારતમાલા પ્રોજેક્ટની કામગીરીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે પીળા કલરના ખૂંટાઓ પણ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં નવસારી જિલ્લાના ૬૧ ગામોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદન થવાની છે. ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા ચીખલી અને વાંસદા તાલુકાના ૨૩ ગામોના આદિવાસીઓની જીવાદોરી સમાન અને પેટિયું રડી આપતી જમીન જવાને લઈને આદિવાસીઓ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધવી રહ્યા છે. 

જેમાં કોંગ્રસમાંથી ચૂંટાયેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ૧૦ હજાર જેટલા આદિવાસી પરુષ અને મહિલાઓ આક્રમક મૂડમાં આવીને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી ભારત માલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ જોતા ડાંગ જિલ્લાનું મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ભારતમાલા પ્રોજેક્ટને હાલ પુરતો મોકૂફ રાખવાની જાહેરાત કેવામાં આવી હતી.

ભારત માલા પ્રોજેક્ટને લઈ CM રૂપાણીનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત માલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરાયો છે.

ગરીબ આદિવાસીઓની કિંમતી જમીન...
ભારતમાલા અંતર્ગત જે ગુજરાતમાંથી પસાર થતા હાઇવેની સીધી અસર આદિવાસી પંથકને અસર કરી રહ્યો છે. ગરીબ આદિવાસીઓની કિંમતી જમીન પર વિકાસ નામના મંત્રીએ આદિવાસીઓને જમીન અને ઘર વિહોણા બનાવી દેતા આદિવાસીઓ વિફર્યા હતા. હજારોની સંખ્યામાં માર્ગોમાં ઉતરીને વિરોધ પ્રદર્શન પર આવી ગયા છે. જિલ્લાના ૬૦થી વધુ ગામોના ખેડૂતો ભારતમાળાને લઈને બેહાલ થશે એવા ગભરાટને લઈને આદિવાસીઓ આક્રોશમાં આવ્યા છે.

જો સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવ્યું હોય તો...
સુરત અને નાગપુર કોરિડોર અંતર્ગત એક્ષપ્રેસ હાઇવેથી ટ્રેફિક સમસ્યા સાથે અંતર ઘટાડવા માટે ભારતમાલા પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. પરંતુ ઉગ્ર વિરોધ થતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડાંગ જિલ્લાના ખેડૂતોની હાજરીમાં પ્રોજેક્ટને હાલ પૂરતું મોકૂફ રાખતા ખુશી તો છવાય છે. પરંતુ જો સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવ્યું હોય તો ફરી પાછું જલદ આંદોલનની ચીમકીઓ આદિવાસી સમાજે ઉચ્ચારી છે. જોકે આટલી વિશાળ સંખ્યામાં આદિવાસીઓનું આંદોલન આવનાર દિવસોમાં સરકારને હંફાવશે તો નવાઈ નહિ.Recent Story

Popular Story