અનામતનો લાભ લીધો હોય તેમને ફરીથી લાભ ન લેવો જોઇએઃ કેન્દ્રીયમંત્રી હરીભાઇ ચૌધરી

By : kavan 05:11 PM, 09 September 2018 | Updated : 05:13 PM, 09 September 2018
મહેસાણાઃ અનામતની આંધી ચો દિશામાં ગમરોડાઈ છે. તેવામાં કેન્દ્રીયમંત્રી હરીભાઈ ચૌધરીનું અનમાતને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ ખાસ હાજરી આપી હતી. 

આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપના મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે. પિતાએ લાભ લીધો તો દિકરાને અનામત ન મળવી જોઈએ. ભાજપના મોટા OBC નેતાનું મહત્વનું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, હું મંત્રી થયો, હવે મારા દિકરાને અનામત ન મળવી જોઈએ. તમામ સમાજના લોકોમાં અનામતની જરૂરિયાતવાળા લોકો છે. સમાજના માત્ર 20 થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો. અનામતના લાભને અન્ય સમાજ સુધી વિસ્તારવાની જરૂર છે. હરીભાઈ હાલ બનાસકાંઠાના ભાજપના સાંસદ છે. કોલસા અને ખાણ રાજ્યમંત્રી તરીકે મોદી મંત્રીમંડળમાં છે. ચૌધરી સમાજમાં હરીભાઈ ચૌધરી વગદાર વ્યક્તિ છે.

સમાજ તથા સરકારને સાચી દિશામાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે અનામતનો લાભ અન્ય સમાજને પણ મળવો જોઈએ. જે ઉદ્દેશ સાથે અનામતની રચના કરવામાં આવી હતી. તેનો લાભ માત્ર 20થી 25 ટકા લોકોને જ મળ્યો છે. તેથી જેમને એક વખત અનામતનો લાભ મળ્યો હોય તેમને ફરીથી લાભ ન આપવા અંગે પણ હરીભાઈ ચૌધરીએ વાત કહી હતી. મહત્વનું છે કે હરીભાઈ ચૌધરીના આ નિવેદનને શ્રવણ સમાજના લોકો સહિત જે લોકો અનામતના લાભથી વંચીત રહી ગયા છે. તેમણે કેન્દ્રીયમંત્રીના નિવેદનને આવકાર્યું છે. જો કે જોવું એ રહ્યું કે, સરકાર હવે આ દિશામાં કેવા નક્કર પગલા ભરે છે.

આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપના મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે. પિતાએ લાભ લીધો તો દિકરાને અનામત ન મળવી જોઈએ. ભાજપના મોટા OBC નેતાનું મહત્વનું નિવેદન આપ્યું છે. હું મંત્રી થયો, હવે મારા દિકરાને અનામત ન મળવી જોઈએ.

તમામ સમાજના લોકોમાં અનામતની જરૂરિયાતવાળા લોકો છે. સમાજના માત્ર 20 થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો. અનામતના લાભને અન્ય સમાજ સુધી વિસ્તારવાની જરૂર છે. હરીભાઈ હાલ બનાસકાંઠાના ભાજપના સાંસદ છે. કોલસા અને ખાણ રાજ્યમંત્રી તરીકે મોદી મંત્રીમંડળમાં છે. ચૌધરી સમાજમાં હરીભાઈ ચૌધરી વગદાર વ્યક્તિ છે.  
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story