ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે રાષ્ટ્રવાદ અને રોજગાર આર્થિક વિકાસ પરસ્પર એક સિક્કાની બે બાજુ છે. જો ભારત દેશમાં આગામી સમયમાં નોકરીઓમાં વૃદ્ધી નહી થાય તો દેશ અનેક મોરચે પાછળ રહી જવાની શક્યતા વ્યકત કરાઈ છે. રાજને પોતાના લેખમાં રોજગારીમાં વધારો કેવી રીતે કરાય તેનો પણ ઉલ્લેખ કર્યો છે. શું કહ્યું રઘુરામ રાજને જોઈએ આ અહેવાલમાં.
રઘુરામ રાજને ફરીએ એકવાર દેશના યુવાનો અને સરકારને સંદેશો આપ્યો છે. રાજને પોતાના લેખમાં લખ્યું છે કે, આપણી સામે આગામી સમયમાં જો દેશમાં રોજગારીની તકો ઉભી નહી થાય તો દેશ તમામ ક્ષેત્રે પાછળ રહી જશે. જેમાં ખાસ કરીને સેનાને આધુનિકરણ કરવાની ક્ષમતા પણ ભારત પાસે નહીં રહે. જેને લઈને સરકારે યુવાનોને રોજગારીની તકો પુરતી આપવા માટેના પગલા લેવા જોઈએ. જો યુવાનો બેરોજગાર થશે તો તેઓ પણ ગુનાખોરીની દુનિયા તરફ આગળ વધશે.
જો કે રઘુરામ રાજને માત્ર સમસ્યા જ નહી તેનો ઉકેલ પણ બતાવ્યો છે. તેમને કહ્યું કે, દેશના વિકાસ અને રોજગાર આપવા માટે વિકાસ દર વધારવો પડશે. ખાસ કરીને નોકરી આપનાર ક્ષેત્રોમાં વધારે મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં નોકરીઓની તકો વધી શકે છે. આ ઉપરાંત સારા મકાનો, રોડ રસ્તાઓ , એરપોર્ટ, કોમર્શિયલ રિયલ એસ્ટેટના નિર્માણમાં સારી નોકરીઓ ઉભી થઈ શકે છે. આ ઉપંરાત ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને આગામી સમયમાં પણ તે રહેશે તેને લઈને સરકારે તે ક્ષેત્રમાં કાર્ય વધારવાની જરૂર છે.
રાજનએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વર્લ્ડ બેકના પાછળ ફરવું એના કારતા પોતાની જરૂરિયાતોને પુરી કરવા તરફ દોડવાની સલાહ આપી છે. આ પહેલા પણ તેમને નોટબંધી અને અનેક મામલે સરકારને સલાહ આપી હતી. હવે તેમને ફરીએકવાર પોતાના લેખમાં દેશને લઈને પોતાની સલાહ આપી હતી.