બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
Last Updated: 12:27 PM, 19 January 2025
અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નિર્લિપ્ત રાય આવતીકાલે અમરેલી જશે. મહત્વનું છે કે આ સમગ્ર મામલાની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાઇ છે. પોલીસ પર પાયલ ગોટીએ માર માર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે લેટરકાંડમાં 4 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.. પોલીસે પાયલ ગોટીની પણ અટકાયત કરી હતી જે બાદ પાયલ ગોટીનો આક્ષેપ છે કે તેને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં વિવાદ ત્યારે વધ્યો હતો જ્યારે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે પાયલ ગોટીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના ?
ADVERTISEMENT
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હતા. આ મામલે કિશોર કાનપરિયાએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેના નામના નકલી લેટર પેડનો ઉપયોગ કરાઇને કૌશિક વેકરિયા પર આવા ગંભીર આક્ષેપ કરાયા છે તેવી ફરીયાદ નોધાવી હતી આ પછી કૌશિક વેકરિયાના સમર્થકો પણ ગાંધીનગર પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં 4ની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પાટીદાર દીકરી પાયલનું અમરેલીની બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે બાદ આ મામલો ખૂબ ઉગ્ર બન્યો હતો.
આ પણ વાંચોઃ 'વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય નથી કરતી', આરોપીઓના રિકન્સ્ટ્રક્શન પર DGPનું મોટું નિવેદન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.