બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important news Gold jewelers prices fell corona vaccine
Hiren
Last Updated: 10:35 PM, 2 December 2020
ADVERTISEMENT
સોની બજારના નિષ્ણાંતો માને છે કે વેક્સિનના સકારાત્મક સમાચારોના પગલે સોનાના દાગીના રૂ. 42,000 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 45,000ની સપાટીએ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વૈશ્વિક લોકડાઉન વખતે સોનાનો ભાવ રૂ. 57,000 પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવી ગયો હતો.
ભારતીય બજારોમાં બુધવારે સોનાની અને ચાંદીની કિંમતમાં વધારો નોંધાયો હતો
ADVERTISEMENT
દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 675 રૂપિયાનો ભડકો થયો હતો. બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. એક કિલો ચાંદીના ભાવમાં 1280 રૂપિયાનો વધારો થયો હતી.
શું છે સોનાના હાલના ભાવ?
બુધવારે એટલે કે આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 675 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં નવો ભાવ 99.9 ગ્રામ શુદ્ધતા માટે 48,169 રૂપિયા થયો હતો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધીને 1800 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો હતો.
ચાંદીના નવા ભાવ
બુધવારે એટલે કે આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં 1280 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં નવો ભાવ 62,496 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ વધીને 23.80 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો હતો. હાલ સોનાની ખરીદીમાં તેજી વર્તાઈ હોવાથી પીળી ધાતુના ભાવમાં ભડકો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.