બેંકમાં 500 અને 2000 રૂપિયાની નોટ જમા કરાવનાર લોકો માટે મહત્વના સમાચાર
Team VTV04:52 PM, 24 Nov 17
| Updated: 05:22 PM, 30 Mar 19
નવી દિલ્હી: જો તમારી પાસે 500 અને 2000 ની નવી નોટ પડી છે અને એની પર કંઇ પણ લખેલું છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે કોઇ પણ બેંક 500 અને 2000 રૂપિયાની એ નોટો લેવાની ના નહીં પાડે જેની પર કંઇ લખેલું હશે. જો કે વ્યક્તિ એ નોટો બદલાઇ શકશે નહીં આ નોટ માત્ર જમાકર્તાના વ્યક્તિગત ખાતામાં જમા કરવામાં આવી શકે છે. આરબીઆઇના અધિકારીઓએ આ જાણકારી આપી છે.
આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં રિઝર્વ બેંક આર્થિક સાક્ષરતા હેઠળ મેળામાં આવનાર લોકોને જાગરૂક કરી રહ્યા છે. અહીંયા નવી નોટોના ફીચર સહિત લોકોને એમના અધિકારો પ્રતિ સાક્ષર કરવામાં આવી રહ્યા છે.
જો કે બેંકના અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય બેંક પહેલા પણ આ સંબંધમાં ભ્રમ દૂર કરી દીધો છે. મેળા દરમિયાન લોકો અમને 500 અને 2000 રૂપિયાની નોટો પર કંઇક લખેલું હોવાની સ્થિતિમાં એમની વૈધતા પર પ્રશ્ન કરી રહ્યા છે. અમે એ સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે નોટ પર કંઇ લખેલું હોય અથવા રંગ લાગવાની સ્થિતિમાં પણ કાયદેસર છે. બેંકે એને લેવાની ના પાડી શકે નહીં. સાથે એમને કહ્યું કે જો કે ગ્રાહક આવી નોટને બેંક સાથે બદલી શકશે નહીં પરંતુ આવી નોટ એ પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી શકે છે.