બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Important news for students taking board exams, this new arrangement has been made
ParthB
Last Updated: 12:12 AM, 28 March 2022
ADVERTISEMENT
બોર્ડના વિદ્યાર્થીઓનું અમદાવાદના 9 આચાર્ય કરશે કાઉન્સેલિંગ
બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા માટે GSEB દ્વારા અમદાવાદના 9 આચાર્યના નામ બોર્ડે જાહેર કર્યા છે. જેમાં 2 નિવૃત્ત અને 7 વર્તમાન આચાર્યનો સામવેશ કરવામાં આવ્યો છે. આ આચાર્ય સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળશે.વિદ્યાર્થીઓ મોબાઈલ પર કરી શકશે કોલ.
ADVERTISEMENT
બોર્ડની પરીક્ષા સમયે સ્કૂલ સંચાલકો-ટ્રસ્ટીઓની સ્કૂલમાં નો-એન્ટ્રી
28મી માર્ચથી શરૂ થતી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા દરમિયાન સ્કૂલોના સ્ટાફ અને ટ્રસ્ટીઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે પરીક્ષા દરમિયાન કામગીરીમાં ના હોય તેવો સ્ટાફ અને ટ્રસ્ટીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષક સ્કૂલમાં ટ્રસ્ટી કે કર્મચારી તરીકે કાર્ય કરતા હોય તેઓ પણ પરીક્ષા દરમિયાન હાજર રહી શકશે નહીં.
બોર્ડના અધિનિયમ મુજબ પરીક્ષા દરમિયાન શાળા સંચાલકો હાજર રહી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા દરમિયાન શાળા સંચાલક મંડળના હોદ્દેદારો, સભ્યની પરીક્ષા સમય દરમિયાન સ્થળ ઉપર કોઇ ભૂમિકા કે ફરજ સોંપાતી નથી. બોર્ડના અધિનિયમની જોગવાઇ મુજબ પરીક્ષા સમયે સ્કૂલના બિલ્ડિંગમાં સ્કૂલ મંડળના કોઇ ટ્રસ્ટી હાજર રહી શકશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.