બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે હોલ ટિકિટને લઈને આપી માહિતી
Last Updated: 05:37 PM, 17 February 2025
ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે. જે બાદ શાળાઓ સહી-સિક્કા કરી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધો. 10 માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. ધો. 12 માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થશે.
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિમિક શિક્ષણ બોર્ડે આંક જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ-10માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ADVERTISEMENT
1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે 14.28 લાખમાં 12 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10 અને 12ની પરીક્ષાના મળીને કુલ 14.28 લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.
વધુ વાંચોઃ ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ અકબંધ
27 ફેબ્રુઆરી પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનાર છે. જેમાં ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા 27 ફેબ્રુઆરી, 2025થી શરૂ થનાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.