Important news for Gujkat students: Exam to be held on 3rd April,
BIG BREAKING /
આ તારીખે લેવાશે ગુજકેટની પરીક્ષા: વિદેશથી પણ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન
Team VTV07:40 AM, 21 Mar 23
| Updated: 07:44 AM, 21 Mar 23
ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, આગામી 3 એપ્રિલ 2023એ રાજ્યના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર
3 એપ્રિલે લેવામાં આવશે ગુજકેટની પરીક્ષા
1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
3 એપ્રિલે યોજાશે પરીક્ષા
ગુજકેટની પરીક્ષાની તારીખ 3 એપ્રિલ 2023 જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલ 2023ને સોમવારના રોજ 10:00 વાગ્યે જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.
1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
વિગતવાર વાત કરીએ રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.
જાન્યુઆરી મહિનામાં ભરાયા હતા ફોર્મ
મહત્વનું છે કે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે. જેના ફોર્મ જાન્યુઆરી મહિનામાં ભરવામાં આવ્યા હતા.