બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:08 PM, 20 September 2024
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) એ કર્મચારીઓના હિતમાં એક મોટો ફેરફાર કર્યો છે. હવે પીએફ ખાતાધારકો 50 હજારને બદલે 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે. કેન્દ્રિય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ સરકારના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે આ અઠવાડિયાની શરૂઆતમાં તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો તમે EPFO ખાતાધારક છો અને તમારા પરિવારમાં કોઈ ઈમરજન્સી આવે છે, તો હવે તમે વધુ રકમ ઉપાડી શકો છો. તેમણે કહ્યું કે, અમુક રકમની મર્યાદા વધારી દેવામાં આવી છે. સાથે જ નોકરી શરૂ થયા પછી 6 મહિનાની અંદર પણ પૈસા ઉપાડી શકાશે એટલે કે કોઇ કર્મચારી છ મહિના પહેલાજ નોકરી છોડી દે તો પણ તે પૈસા ઉપાડી શકશે. .
ADVERTISEMENT
નવું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ
મંત્રીએ આગળ જણાવ્યું કે, સરકાર EPFO ના કામગીરીને વધારવાના પ્રયાસો કરી રહી છે, જેમાં ગ્રાહકો માટે પડકારોને ઘટાડવાનો ઉદ્દેશ્ય છે. તેમણે એક નવું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવાની જાહેરાત કરી, જે ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવે છે અને ઝડપથી પૈસા ઉપાડવાની સુવિધા આપે છે.
ADVERTISEMENT
કઈ જરૂરિયાતો માટે ઉપાડ કરી શકાશે ?
EPFO તેના ખાતાધારકોને અનેક પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે. મેડિકલ કે અન્ય જરૂરી કામો માટે ઉપાડની મંજૂરી આપે છે. ઈમરજન્સી ફંડના રૂપમાં હવે PF માંથી 50 હજારની જગ્યા પર 1 લાખ રૂપિયા સુધી નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તમે મેડિકલ, લગ્ન, શિક્ષણ અથવા પરિવારના અન્ય જરૂરી કામો માટે PFમાંથી પૈસા ઉપાડી શકો છો.
PF ખાતાધારકો મેડિકલ ટ્રીટમેન્ટ, શિક્ષણ અથવા પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ ઈમરજન્સી માટે EPFO ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
PF ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકશો ?
-પહેલા EPFO સભ્ય ઈ-સેવા પોર્ટલ પર જાઓ.
-મેમ્બર સેકશનમાં જઈને યુએએન (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર), પાસવર્ડ અને કૅપ્ચા દાખલ કરીને લોગિન કરો.
-લોગિન કર્યા પછી 'ઓનલાઈન સર્વિસિસ' ટૅબ પર જઈને 'ક્લેઇમ (ફોર્મ -31, 19, 10સી અને 10ડી)' પસંદ કરો.
-હવે આગળ વધતા પહેલા તમારી પર્સનલ ડિટેલ્સ, જેમ કે નામ, જન્મ તારીખ અને અન્ય માહિતી ચકાસી લો અને અપડેટ કરો.
-હવે આંશિક નિકાસ માટે ફોર્મ 31 પસંદ કરો અને યાદીમાંથી નિકાસનું કારણ દર્શાવો.
-તે પછી સબમિટ કરો અને તમારો આધારથી જોડાયેલો મોબાઇલ નંબર દાખલ કરીને OTP દાખલ કરો.
સબમિશન પછી તમે 'ટ્રૅક ક્લેમ સ્ટેટસ' વિકલ્પ હેઠળ તમારુ ક્લેમ સ્ટેટસ તપાસી શકો છો. સામાન્ય રીતે 7 થી 10 કાર્ય દિવસોમાં EPFO દ્વારા તમારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.