બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important news about admission in science in standard 11
Shyam
Last Updated: 07:19 PM, 14 July 2021
ADVERTISEMENT
ધોરણ 11માં સાયન્સમાં એડમિશન મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ બોર્ડે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10માં બોર્ડની ગણિત વિષયની પરીક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે.
ADVERTISEMENT
શૈક્ષણિક વર્ષ 2021-22 વખતે ગણિતના બંને વિકલ્પો મળશે. જો કે, ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય પરંતુ બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે. સાયન્સ ન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત વિકલ્પ પસંદ કરી શકશે. જ્યારે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત આપવી પડશે. આપને જણાવી દઈએ કે, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે તે વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં જ પ્રવેશ મેળવી શકશે.
ગુજરાતમાં શાળા ખોલવાની મંજૂરી
કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ફરીથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની લીલીઝંડી સરકારે આપી દિધી છે. શરૂઆતના તબક્કે માત્ર ધોરણ બારમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. પરંતુ આ માટે સરકારે ખાસ ગાઈડલાઈન બનાવી છે, જેને તમામે પાલન કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.