બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important information given by Ambalal Patel about the story of Holi, find out what will be the effect of Bhadra Yoga with Vishti

હોલિકા દહન / હોળીના વરતારા વિષે અંબાલાલ પટેલે આપી મહત્વની માહિતી, જાણી લો વિષ્ટિ સાથે ભદ્રા યોગનો શું પડશે પ્રભાવ

Vishnu

Last Updated: 06:06 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 વર્ષ બાદ દેશ સહિત ગુજરાતભરમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ, અનેક જગ્યાએ હોલિકા દહનના કાર્યક્રમો

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની દિશા અંગે આપી માહિતી
  • હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળી રહી છે: અંબાલાલ

હોળીનો તહેવાર આધ્યામિક રીતે તો મહત્વનો છે જ, પરંતુ હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે.હોળીમાં પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય. પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ થાય છે.. ત્યારે  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો અંગે મહત્વની માહિતી આપી છે.

હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે, પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે ત્યારે જાણો હોળીના વરતારા વિશે

ક્યારે વરસાદની સંભાવના?

  • પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ થાય છે 
  • હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા  શિયાળો સારો ગણાય 
  • હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો ખંડવૃષ્ટિ થાય છે  
  • પશ્વિમ દિશાનો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય 
  • હોળીમાં દક્ષિણ દિશાનો પવન ફૂંકાય તો દુષ્કાળનો ભય સેવાય 
  • હોળીમાં ઇશાન ખુણાનો પવન ફૂંકાય તો વરસ સારુ રહે, પણ ઠંડી રહે 
  • હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો રહે 
  • હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે  

ક્યારે દુષ્કાળની સંભાવના

  • હોળીમાં અગ્નિ દિશાનો પવનથી દુષ્કાળની સંભાવના રહે છે 
  • ચારેય દિશાથી પવન જુદી-જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે
  • આ કારણે પ્રજા, પશુ, રાજા માટે નુકસાન થઇ શકે છે 
  • હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો રાજગાદી-નેતાને મુશ્કેલી આવે 

હોળીમાં વિષ્ટિ યોગ 
આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ જોવા મળી રહ્યો છે કારણ કે હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળી રહી છે, હોળીમાં ભદ્રા નિષેધ કહેવાય છે હોળીમાં પુછડે વિષ્ટિ યોગ અને ભદ્રા નુકસાન પહોંચાડી શકે છે. હોળીમાં ભદ્રા અને વિષ્ટિ યોગ હોવાથી યુદ્ધ, ભય, આતંકી ઘટના વગેરે બની શકવાના પૂરેપૂરા એંધાણ છે. ધૂળેટીના દિવસે સંપૂર્ણ કાલસર્પ યોગ છે, જે યુદ્ધ, ભય લાવી શકે છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Bhadra Yoga Holi Vishti yoga Wind direction gujarat અંબાલાલ પટેલ ગુજરાત ધૂળેટી ભદ્રા યોગ વરતારા વિષ્ટિ યોગ હોલિકા દહન હોળી ઉજવણી Ambalal Patel on Holi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ