બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આવતીકાલે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, અનેક મામલે લેવાઈ શકે છે નિર્ણય
Last Updated: 07:19 PM, 15 April 2025
Gandhinagar News : આજરોજ કેબિનેટની બેઠક મળનાર છે. ત્યારે આ બેઠકમાં બજેટમાં જાહેર થયેલી યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં ચાલુ સત્રના કામકાજ અંગે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગે કેબિનેટની ખુબ જ મહત્વપુર્ણ બેઠક મળવાની છે.
ADVERTISEMENT
પાણીના મામલે થઇ શકે છે નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણી અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ જળાશયોમાં રિઝર્વના પાણી સહિતની બાબતો પર ચર્ચા થશે. જળાશયોમાં કેટલા ટકા પાણી હાલમાં રિઝર્વ છે અને તે પુરતુ છે કે કેમ તે બાબતો પર મંત્રીમંડળમાં ચર્ચા થશે.
ADVERTISEMENT
જંત્રીના મામલે પણ મહત્વપુર્ણ ચર્ચા
આ ઉપરાંત ગુજરાતમાં અતિ મહત્વનો મુદ્દો તેવો જંત્રી મામલે પણ ચર્ચા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જંત્રીનો નિર્ણય સરકાર દ્વારા થોડા સમય માટે ટાળી દેવામાં આવ્યો છે. નાગરિકો પાસે મંતવ્યો પણ મંગાવવામાં આવ્યા છે. તેવામાં કેબિનેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા વિવિધ અભિપ્રાયો સહિતના મહત્વના મામલા પર ચર્ચા થશે. કેબિનેટમાં મહત્વપુર્ણ નિર્ણયો લેવાય તેવી પણ શક્યતા છે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.