Important decision on the 73rd founding day of Gujarat University
અમદાવાદ /
ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને પરિણામમાં ફેરફાર કરવાની આપશે તક
Team VTV02:59 PM, 23 Nov 21
| Updated: 08:02 PM, 23 Nov 21
ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપ્યા બાદ હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે.
આજે ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ
વિદ્યાર્થીઓને પરિણામમાં ફેરફાર કરવાની આપશે તક
ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વધુ એક રાહતના સમાચારા સામે આવ્યા છે.. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપ્યા બાદ હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે.
વિદ્યાર્થીઓને પરિણામમાં ફેરફાર કરવાની આપશે તક
હવે વિદ્યાર્થીઓ જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે, ઓછા ટકા મેળવેલા વિદ્યાર્થીઓને આ પદ્ધતિ અમલમાં થતા તેઓ માકર્સ સુધારવાની વધુ એક તક મળશે...ડિગ્રી પરિણામથી સંતોષ ના હોય તેવા વિદ્યાર્થીઓ ડિગ્રી પરત કરી શકાશે અને ડિગ્રી પરત કરી ફરીથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જેથી ઓછા ટકા મેળવેલા વિદ્યાર્થીઓને આનાથી મોટો ફાયદો થશે...
યુનિવર્સિટીમાં ઓન ડિમાન્ડ પરીક્ષાની પણ સુવિધા
કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ઐતિહાસિક પરીક્ષાની પદ્ધતિ બદલી છે જેમાં GU એ PGના વિદ્યાર્થીઓએ માટે યુનિવર્સિટીએ ઓન ડિમાન્ડ પરીક્ષાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવશે જેમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થી GU એ નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળશે. ઓન ડિમાન્ડ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જેમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે, પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી દ્વારા અનેક કોર્સ શરૂ કરવામાં આવ્યા છે કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. જે આવનાર સમયમાં મદદરૂપ થશે.
આજે ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ
આજે ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ છે ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 23 નવેમ્બર 1949ના રોજ થઈ હતી, યુનિવર્સિટીના સ્થાપના દિવસને લઈને વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા પણ આપવામાં આવી છે યુનિવર્સીટીમાં આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના તમામ પ્રોફેસર અને ફેકલ્ટી ઉજવણીમાં ભાગ લેશે. બીજી તરફ આવતીકાલથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.