બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PI અને PSIની બદલી અંગે ગૃહવિભાગનો મોટો નિર્ણય, પાંચ વર્ષનો નવો નિયમ લાગુ

BIG NEWS / PI અને PSIની બદલી અંગે ગૃહવિભાગનો મોટો નિર્ણય, પાંચ વર્ષનો નવો નિયમ લાગુ

Last Updated: 03:11 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police Latest News : હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર PSI અને PIની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી.

Gujarat Police News : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે.

વાસ્તવમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર PSI અને PIને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ. જે બિન હથિયારી PSI અને PIએ એક જ ઝોનમાં 5 વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કેદારનાથમાં 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યૂ, યાત્રિકોએ માન્યો આભાર

ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે PSI અને PIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ