Wednesday, May 22, 2019

મગફળીના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

મગફળીના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
12 ફેબ્રુઆરીના રોજ નાફેડની ગાઈડલાઈન પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદીના 90 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે મગફળીના ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની સમય મર્યાદામાં વધારો કરાયો છે. 

હવે 12 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. અગાઉ 31 જાન્યુઆરી સુધીની સમયમર્યાદા નક્કી કરાઇ હતી. 31 જાન્યુ. બાદ બાકી રહેતા ખેડૂતોની 12 ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે.

કુલ 2.38 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 2.26 લાખ ખેડૂતોને મગફળની ખરીદી કરાઇ છે. તમામ ખેડૂતોને 31 જાન્યુઆરી સુધી મગફળી ખરીદી માટે SMS કરાયા હતા.

મહત્વનું છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બર 2018થી શરૂ કરાઇ હતી. રાજ્યમાં 122 સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રીયા હાથ ધરાઇ હતી.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ