બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important decision by Gujarat Agriculture-Cooperation Department, Vijapur APMC election postponed
Malay
Last Updated: 08:34 AM, 5 November 2022
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાની વિજાપુર APMCની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, વિજાપુર APMCની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાવાની હતી.
112 જેટલા ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ
વિજાપુર બજાર સમિતિની ચૂંટણીને લઇ 3 નવેમ્બરના રોજ APMCની ખેડૂત વેપારી અને ખરીદ વેચાણ વિભાગની 16 બેઠકો માટે 112 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, 3 નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ APMCની યોજાશે ચૂંટણી
વિજાપુર એપીએમસીની ચૂંટણી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજવામાં આવશે. આ મામલે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.
2017માં પણ બે તબક્કામાં થયું હતું મતદાન
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.
કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT