બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણ: પહેલીવાર ડમીકાંડ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 3 ડમી પરીક્ષાર્થીઓને ફટકારી આટલી સજા, દંડ 10 હજાર
Last Updated: 03:04 PM, 13 December 2024
પાટણમાં એસએસસીની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પર વર્ષ 2018 માં ડમી પરીક્ષાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો. આ કેસનાં ચાર આરોપીઓને આઈપીસી કલમ 419/11 માં એક વર્ષની સાદી કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો. અને દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી. તેમજ આઈપીસી 417/114 અંતર્ગત દોષિત ઠેરવીને છ માસની સાદી કેદની સજા અને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
ડમી પરીક્ષાર્થી ગોંવિદભાઈ લાભુભાઈ ઠાકોર ભદ્રાડા તા. સમી, અને આસીફખાન નગરખાન મલેક રહે. વારાહી. તા. સાંતલપુર વાળાઓ સજા સંભળાવતી વખતે કોર્ટમાં હાજર હતા. જ્યારે ભરત મેઘરાજ ચૌધરી રહે. જારૂસા, તા. સાંતલપુરવાળો કોર્ટમાં હાજર ન હોવાથી તેની સામે સજા વોરંટ ઈશ્યં કરવાના પાટણ જીલ્લા મેજિસ્ટ્રેટ યુ.એસ.કાલાણીએ આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
આ બાબતે સજા ફટકારતી વખતે જજ યુ.એસ,કાલાણીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બંને પક્ષકારોની દલીલો સાંભળવામાં આવી છે. તેમજ આરોપીઓ સામે શાળામાં છેતરવાનાં ઈરાદાથી મુળ વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપવા માટે આવ્યા હોવાનો આક્ષેપ પુરવાર થાય છે. ત્યારે આરોપીઓએ શાળા સંસ્થાને છેંતરવાનો પ્રયાસ કર્યો છે. સમાજમાં આવા પ્રકારનાં ગુના વધતા જાય છે. સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.