બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં લાગુુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, સરકારે બનાવી કમિટી
Last Updated: 02:25 PM, 4 February 2025
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છેકે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે.
ADVERTISEMENT
ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા મહત્વની સમિતિ રચના કરવામાં આવી છે. જેમાં મુસદ્દો તૈયાર કરવા કમિટી બનશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ અને બંધારણ ધર્મગ્રંથ છે, બંધારણ સૌને પ્રદર્શન કરતું આવ્યું છે.
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસની અધ્યક્ષતામાં કમિટીની રચના
સીએમ એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવનાર છે. આ ઉપરાંત કમિટીમાં પૂર્વ આઇએએસ સી.એલ.મીણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
45 દિવસમાં રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાશે
સમગ્ર બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના કાયદાઓ છે તેમનું સંપુર્ણ સંરક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત રીપોર્ટ 45 દિવસમાં આવ ગયા બાદ સરકાર દ્વારા તેનું રિવ્યુ કરવામાં આવશે. રિવ્યુ સંપૂર્ણ થયા બાદ તેનું અમલીકરણ કરવામાં આવશે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ? ગ્રાફીક્સ સાથે મેળવો જાણકારી#UCCGujarat #uniformcivilcode #Gujarat #Gujaratcm #bhupendrpatel #harshsanghvi #gujarat #gujaartinews #reels #vtvgujarati pic.twitter.com/M9E7ZocDIe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 4, 2025
UCCની કમિટીમાં કોનો સમાવેશ?
વધુ વાંચો : શું છે આ યુનિફોર્મ સિવિલ કોડ? જેને લાગુ કરતા જ બદલાઇ જશે અનેક નિયમો, મેળવો જાણકારી
UCC બાદ શું બદલશે?
- તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે
- પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર
- લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી
- લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ
- અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે
- એક કરતા વધારે લગ્ન પર રોક
- પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ
- લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત
- સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક
- તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ
- મુસ્લિમ સમૂદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.