બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / જીવનની અનેક સમસ્યામાં રાહત આપશે આ ચમત્કારી મંત્રો, ક્યારેય નહીં થાય પૈસાની અછત

ધર્મ / જીવનની અનેક સમસ્યામાં રાહત આપશે આ ચમત્કારી મંત્રો, ક્યારેય નહીં થાય પૈસાની અછત

Last Updated: 01:43 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં પૂજા જેટલું જ સ્થાન ધરાવે છે મંત્રો, આ ચમત્કારી મંત્રોનો જપ કરવાથી દરેક દુ:ખ, સમસ્યાઓ અને પૈસાની અછત થશે દૂર

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ કરવાથી સમસ્યા તો દૂર થાય જ છે પણ તેની સાથે ભગવાન પાસે જવાનો રસ્તો પણ માનવામાં આવે છે. જો તમે સાચાં મનથી અને પધ્ધતિથી પૂજા કરો છો તો ગમે તેટલું મોટું દુ:ખ હોય તો પણ દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજાની સાથે મંત્રોથી પણ ભગવાનની કૃપા વરસે છે. એવું માનવામાં આવે છે કે, મંત્રો સાંભળવાથી કે જપ કરવાથી મનુષ્યને શક્તિ મળે છે. સાચા મનથી મંત્રોનું જપ કરવાથી સાંસારિક દુ:ખ જેવા કે રૂપિયાની તંગી, બીમારીઓ કે પછી ઝગડા હોય તમામ સમસ્યા દૂર થાય છે.

mantras-3

મહામૃત્યુંજય મંત્ર

તમારા જીવનો ખતરો હોય કે અન્ય કોઈ સંકટ હોય તો તેની માટે ભગવાન શિવનો મંત્ર ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान्मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ છે. આ મંત્રનો દરરોજ જપ કરવાથી તમામ દુ:ખ કે ભય દૂર થાય છે.

श्री गणेशाय नम:

હિન્દુ ધર્મમાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત પહેલા ગણપતિને યાદ કરવામાં આવે છે, જેથી તે કાર્યમાં સફળતા મળે છે. હિન્દુ ધર્મમાં ગણપતિને પ્રથમ પૂજનિય માનવામાં આવે છે એટલા માટે દરેક કામની શરૂઆત ગણપતિના આ મંત્રથી થાય છે.

mantras 1

ॐ यक्ष राजाय विद्महे, वैश्रवणाय धीमहि,तन्नौ कबेराय प्रचोदयात्

ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે આ મંત્ર છે. આ મંત્રના જપથી પૈસાની તંગી દૂર થાય છે અને કુબેરની કૃપા વરસે છે, જેના કારણે પૈસાની ખપત નથી થતી.

ॐ नमो: भगवते वासुदेवाय

ભગવાન વિષ્ણુને આ જગતના પાલનહાર કહેવામાં આવે છે. તમારી કોઈ ઈચ્છા હોય કે જે પૂરી નથી થઈ રહી તો આ મંત્રનો જપ કરવો જેથી દરેક ઈચ્છા પૂરી થાય છે. આ મંત્રનો જપ કરવાથી સૌભાગ્ય સાથે સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે.

PROMOTIONAL 3

ॐ घृणि सूर्याय नम:

તમારી કુંડળીમાં સુર્ય કમજોર છે કે સૂર્યને લાગતો કોઈ દોષ છે. તો આ મંત્રનું જપ કરવાથી દરેક બગડેલા કામ સુધારવા લાગે છે. આ સાથે સૂર્યની કૃપા પણ થાય છે.

ॐ ऋणमुक्तेश्वर महादेवाय नम:

શું તમારી માથે દેવું છે? જે હજારો પ્રયાસથી પણ નથી ઘટતું તો તમારે આ મંત્રનો જપ કરવો. સાથે દર મંગળવારે ઋણ મોચન સ્ત્રોતનો પાઠ કરવો. જેથી દેવું દૂર થાય છે અને પૈસાની કમી પણ દૂર થાય છે.

વધુ વાંચો: વરતોલના ચામુંડા માતાના મંદિરમાં શિવજીનું વિરાટ શિવલીંગ, મહાભારત સાથે જોડાયેલી છે લોકવાયકા

ॐ श्री हनुमते नम:

જો તમે તમારા જીવનમાં પરેશાનીથી ઘેરાયેલા છો અને બહાર નીકળવાનો રસ્તો નથી મળી રહ્યો તો આ હનુમાનજીનો મંત્ર તમારા માટે છે. આ મંત્રના જપથી બજરંગબલી દરેક સમસ્યામાંથી બહાર કાઢે છે અને હનુમાનજીના આશીર્વાદ વરશે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Significance of mantras Hinduism
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ