બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 09:33 PM, 13 May 2019
શાસ્ત્રોમાં પ્રદોષ વ્રત ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવાનો દિવસ છે. જે પ્રદોષ વ્રત ગુરુવાર આવે છે તેને ગુરુ પ્રદોષ કહીએ છીએ. ગુરુ પ્રદોષ વ્રત કરી કોઇપણ વ્યક્તિ પોતાના મનની ઇચ્છાને બહુ જ જલ્દી પૂર્ણ કરી શકે છે. કોઇપણ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સાંજે સૂર્યાસ્તથી 45 મિનિટ પૂર્વ અને સૂર્યાસ્તના 45 મિનિટ બાદ સુધી કરી શકાય છે. એવી માન્યતા છે કે ઘરના મોટા વડિલ ગુરુ પ્રદોષનું વ્રત કરી પોતાના બાળકોને સફળ અને સુરક્ષિત બનાવી શકીએ છીએ.
ADVERTISEMENT
ગુરુ પ્રદોષ વ્રત કરી પોતાના બાળકોને બચાવો ખરાબ આદતોથી
ADVERTISEMENT
1) ગુરુવારના દિવસે સવારના સમયે એક પીત્તળના લોટામાં હળદર, ગોળ અને ચણાની દાળ નાંખો.
2) કેળાના ઝાડની જડમાં આ અર્પણ કરવું તથા ગાયના ઘીમા દીવો કરવો.
3) ત્યાં જ આસન પર બેસી ગુરુ બૃહસ્પતિ સ્ત્રોતનો પાઠ કરવો.
4) ઘર પાછા આવતા સમયે કેળાના ઝાડની જડ પાસેથી માટી લેવી અને તમારા બાળકોના માથા પર તિલક કરવું.
ગુરુ પ્રદોષનું વ્રત અપાવશે ચારેય દિશાઓમાં સફળતા
1) ગુરુ પ્રદોષનું વ્રત કરી જીવનની કઠિનથી કઠિન સમસ્યાને ઉકેલી શકાય છેે.
2) ગુરુ પ્રદોશના દિવસે પોતાના સ્નાના જળમાં કેસર અથવા કેવડાના અર્કને મિલાવી સ્નાન કરવું જોઇએ.
3) હલ્કા પીળા અથવા કોઇ પણ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુને પીળા ફળ-ફુલ અર્પણ કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.
ગુરુ પ્રદોષના દિવસે શું કરવું જોઇએ દાન
1) ગુરુપ્રદોષના વ્રતના દિવસે કોઇપણ જરૂરીયાત મંદ કન્યાને વિવાહ માટે ભોજન સામગ્રી દાન કરવી જોઇએ.
2) જરૂરીયાત મંદ લોકોને પીળા ફળ અને પીળા કપડા, ચણાની દાળ, હળદર, ગોળ તથા અન્ય ભોજન સામગ્રી દાન કરવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.