બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Impact player rule will come in the next season of IPL know what is its specialty
Arohi
Last Updated: 03:01 PM, 3 December 2022
ADVERTISEMENT
IPLના નેક્સ્ટ સીઝનને લઈને તૈયારીઓ જોરો પર છે. આ કડીમાં આઈપીએલ 2023 માટે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમના ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે. BCCIએ શુક્રવારે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી 20 ટ્રોફીમાં BCCIની તરફથી આ નિયમને સફળતાપૂર્વક ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
શું હોય છે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ?
'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ અનુસાર આઈપીએલના કોઈ મુકાબલામાં ભાગ લેઈ રહેલી બન્ને ટીમોને પહેલો બોલ ફેંકવા પહેલા પ્લેઈંગ ઈલેવન ઉપરાંત ચાર સબ્સ્ટીટ્યુટ પ્લેયરના નામ આપવાના રહેશે. બન્ને ટીમોની તરફથી તેજ ચાર પ્લેયર્સમાં કોઈ એકને ઈનિંગના 14માં ઓવરની સમાપ્તિ પહેલા ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં લાવવામાં આવશે.
ADVERTISEMENT
'ઈમ્પેક્ટ પ્લેયર' કોઈ પણ અન્ય ક્રિકેટરની જેમ બેટીગ અને બોલિંગ કરી શકશે. એટલે કે તે બોલિંગમાં ચાર ઓવર પણ નાખી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયરની રમતમાં આવ્યા બાદ જે ખેલાડી બહાર થશે તેનો ઉપયોગ આખી મેંચમાં નહીં કરી શકાય. ઓવર પૂર્ણ થવા, વિકેટ પડવા અથવા પ્લેયરના ઘાયલ થવા જેવી ઘટના વખતે જ ઈમ્પેક્ટ પ્લેયરને મેદાન પર ઉતારી શકાય છે.
મેચ નાની હોવા પર આ નિયમનું શું થશે?
ખરાબ વાતાવરણ અને અન્ય પરિસ્થિતિઓના કારણે મેચ નાની થવા પર આ નિયમ થોડા જટિલ થઈ જાય છે. જો મેચને 10-10 ઓવરની કરી દેવામાં આવે છે તો ઈમ્પેક્ટ પ્લેયરમાં નહીં આવે. જો મુકાબલો 10 ઓવરથી વધારેનો હોય તો ઈમ્પેક્ટ પ્લેયર મેચના નિયમો અનુસાર આવશે.
ઉદાહરણ તરીકે 18-18 ઓવરની મેચ 13માં ઓરની સમાપ્તિ પહેલા સુધી ઈમપેક્ટ પ્લેયરને ઉપયોગની પરવાનગી આપશે. જો મુકાબલામાં ઈમ્પેક્ટ પ્લેયર યુજ કર્યા બાદ ઓવરમાં ઘટાડો થાય તો પણ બીજી ટીમને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે ભલે રમતમાં કોઈ પણ ઓવર ઓછી કરવામાં આવી હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.