સુરત / એક તરફ ડીઝલના ભાવ, બીજી તરફ ટ્રાન્સપોર્ટના ભાડામાં વધારો કરતા ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને મોટો ફટકો

છેલ્લા 21 દિવસથી ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. એક તરફ ડીઝલના ભાવ વધ્યા છે, તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ભાડામાં વધારો કર્યો છે. ટ્રાન્સપોર્ટર દ્વારા સરેરાશ 20 ટકા ભાડા વધારવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ કંપનીએ ભાડામાં વધારો થતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. કોરોનાના કહેરના કારણે હજુ સુધી બરોબર વેપાર શરૂ થયો નથી. ડીઝલના ભાવો દરરોજ વધે છે પણ વેપારીઓ દ્વારા ફિક્સ ભાડું આપવામાં આવે છે. જ્યારે સ્થાનિક ટેમ્પો ચાલકોની હાલત વધુ કફોડી બની છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ