અમેરિકાની ધમકીની અસર? સઉદી ભારતને હવે વધુ તેલ કરશે સપ્લાય

By : hiren joshi 08:21 PM, 10 October 2018 | Updated : 08:21 PM, 10 October 2018
સિંગાપુરઃ તેલ ઉત્પાદન વધારવાને લઇને છેલ્લા અઠવાડીએ અમેરિકા દ્વારા સાઉદી અરબને ધમકીની અસર થઇ દેખાઇ રહી છે. દુનિયાનો સૌથી વધુ તેલ ઉત્પાદન કરતો દેશ સાઉદી અરબ ભારતને નવેમ્બરમાં ચાલીસ લાખ બેરલથી વધુ તેલની સપ્લાઇ કરશે. આ મામલાની જાણકારી રાખનારા સુત્રોએ બુધવારે આની જાણકારી આપી છે.

જણાવી દઇએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, સાઉદી અરબના શાહ અમેરિકી સૈન્ય સહયોગ વગર સંભવતઃ બે અઠવાડીયા પણ પદ પર બન્યા ન રહી શકે.' આ કહીને ટમ્પે તેલની વધતી કિંમતોને લઇને પશ્વિમી એશિયામાં અમેરિકાના સૌથી નજીકના સહયોગિઓમાંથી એક સાઉદી અરબ પર પણ દબાણ વધાર્યું હતું. તેલની કિંમતો વધતાની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટંપે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને સઉદી અરબથી વારંવાર આ કિંમતોને ઓછી કરવાની માંગ કરી હતી.

જો કે, વિશ્લેશકોએ ચેતવ્યા છે કે, તેલની કિંમતો સો ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે કારણ કે વિશ્વનું ઉત્પાદન પહેલાથી જ વધ્યું છે અને ઇરાનના તેલ ઉદ્યોગ પર ટ્રમ્પના પ્રતિબંધ નવેમ્બરની શરૂઆતથી લાગૂ થશે.

ભારત ઇરાનના બીજા સૌથી મોટા તેલ ખરીદનાર છે. ઇરાન પર ચાર નવેમ્બરથી અમેરિકાના પ્રતિબંધ લાગૂ થનાર છે. ભારતની કેટલીક રિફાઇનરીએ સંકેત આપ્યા છે કે, અમેરિકાના પ્રતિબંધના કારણે ઇરાનથી તેલની આયાત નહીં કરે.

સૂત્રોએ જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ, ભારત પેટ્રોલિયમ અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ જેવી કંપનિઓ સઉદી અરબથી નવેમ્બરમાં વધુ દસ લાખ બેરલ તેલની માંગ કરી રહ્યું છે.

સઉદી અરબની સાર્વજનિક કંપની સાઉદી અર્માકોએ આ વિષયમાં સંપર્ક નથી થઇ શકતો. ઉલ્લેખનીય છે કે, ઇરાને તેલ પર ભારતના નિડરતાના કારણે નવી દિલ્હી અમેરિકા પાસેથી છૂટની માંગ કરી રહી છે. ભારતીય રિફાઇનરીઝે ઇરાનથી નવેમ્બરમાં 90 લાખ બેરલથી વધુ તેલની માગ કરી હતી.

ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટી તેલની આયાત કરતો દેશ છે. દુનિયામાં તેલની વધતી કિંમત, ભારતીય રૂપિયો તુટવો અને તેલની ચૂકવણી ડોલરમાં થવાથી ભારતને તેલ ખરીદવું મોંઘુ પડી રહ્યું છે.

ગત સોમવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, તેમણે સઉદી અરબથી ઉર્જા મંત્રી ખાલિદ-અલ-ફલહથી વાત કરી હતી અને તેમણે ઓપેક દેશો દ્વારા તેલના ઉત્પાદનમાં વૃદ્ધિનો વાયદો યાદ અપાવ્યો હતો. ભારત સાઉદી અરબ પાસેથી દર મહિને અંદાજિત 2.5 કરોડ બેરલ તેલની આયાત કરે છે.Recent Story

Popular Story