અમદાવાદ / ફેની વાવાઝોડાની અસર ગુજરાતમાં, અમદાવાદ-કોલકત્તાની ચાર ફ્લાઇટ રદ્દ

The impact of Fannie hurricane on the four flights of Gujarat, Ahmedabad-Kolkata flight

બંગાળનાં ઉપસાગરમાં હળવા દબાણને કારણે સર્જાયેલું વાવાઝોડું ફેની ભયંકર સ્વરૂપ પકડયા પછી શુક્રવારે સવારે ૮ કલાકે તોફાની પવન અને ભારે વરસાદ સાથે ઓડિશામાં ત્રાટક્યું હતું. કલાકનાં ૨૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો અને કાચા મકાનો પડી ગયા હતા. ફેની વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ફેણી વાવાઝોડાના કારણે કોલકાતા એરપોર્ટ બંધ રખાયું છે. જેને લઇ અમદાવાદ-કોલકાતાની ચાર ફ્લાઇટ રદ કરી દેવાઇ છે અને મુસાફરોને ટિકિટ રિફંડ આપી દેવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ