બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:11 PM, 9 October 2024
'ભારતીય સમાજ અને કાયદા અનુસાર, લગ્ન એ પવિત્ર બંધન છે અને પરિણીત રહીને બીજા કોઈની સાથે સંબંધ બાંધવો અનૈતિક છે અને આ અનૈતિકતાને કાયદેસર બનાવવા માટે કરવામાં આવેલ કોઈપણ કરારને પણ અનૈતિક ગણવામાં આવશે. બળાત્કારનો કેસ ખોટો હોવાનું માલુમ પડતાં આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે મધ્ય પ્રદેશની ગ્વાલિયર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે આ કોમેન્ટ કરી હતી. તેમણે કહ્યું કે કાયદો મહિલાઓને ગુનાથી બચાવે છે અને ગુનેગારોને સજા આપે છે, પરંતુ જો કોઈ અનૈતિક વર્તન કરે છે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, તો તે વર્તન કાયદાની નજરમાં ગેરકાયદેસર ગણાશે.
ADVERTISEMENT
પૈસા ન મળતાં મહિલાએ લિવ પાર્ટનર પર કર્યો રેપનો કેસ
અભિષેક રાજૌરિયા પર છૂટાછેડા લીધેલી મહિલાએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની સુનાવણી દરમિયાન કોર્ટમાં હકીકત સામે આવી હતી કે મહિલા તે વ્યક્તિ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. આ સાથે મહિલાએ યુવક સાથે કરાર કર્યો હતો, જેમાં યુવકે મહિલાને દર મહિને નિયત રકમ ચૂકવવાની હતી. મહિલાને પૈસા મળવાનું બંધ થતાં જ તેણે યુવક પર બળાત્કારનો ખોટો આરોપ લગાવ્યો. સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું કે મહિલાએ 2015માં અન્ય વ્યક્તિ સાથે પણ આવું જ કર્યું હતું. બંને પક્ષોને સાંભળ્યા બાદ અદાલતે બચાવ પક્ષની દલીલો અને હકીકતો સાથે સંમત થતા યુવકને નિર્દોષ છોડી મૂક્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : ચકચારી DSP ઝિયા ઉલ હક મર્ડર કેસના તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા
શું હતો કેસ
ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન વર્ષ 1999માં થયા હતા. તેનો પતિ આલ્કોહોલિક હોવાથી તેણે તેને છૂટાછેડા આપી દીધા અને તેના પિતા સાથે રહેવા ચાલી ગઈ. મહિલા સાથે 16 વર્ષની અને 11 વર્ષની દીકરી પણ રહે છે. આ દરમિયાન મહિલાની ઓળખ અભિષેક નામના યુવક સાથે થઈ હતી. જ્યારે બંને વચ્ચે મિત્રતા થઈ, ત્યારે મહિલાએ તેને કંઈક કામ કરાવવાનું કહ્યું. જૂન 2016માં યુવકે મહિલાને કામ અપાવવાના બહાને હોટલમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેણે ઘણી વખત યુવતી સાથે લગ્નના બહાને સંબંધો બાંધ્યા હતા. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું તો યુવક તેને ટાળવા લાગ્યો. એપ્રિલ 2019માં મહિલાને ખબર પડી કે યુવકે અન્ય કોઈ સાથે લગ્ન કરી લીધા છે. આ પછી મહિલાએ તેની સામે કેસ દાખલ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતીયો સૌથી ભણેશરી / દુનિયામાં સૌથી વધારે વાંચનમાં ભારત નંબર વન, લિસ્ટમાં જુઓ કયા દેશના લોકો કેટલું વાંચે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.