બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / IMF reveals India's economic growth rate: Will India face recession or boom in 2024? Learn about the economy…

રિપોર્ટ / IMFએ જાહેર કર્યો Indiaનો આર્થિક વૃદ્ધિ દર: શું 2024માં ભારતમાં મંદી આવશે કે તેજી? જાણો અર્થવ્યવસ્થા વિશે...

Megha

Last Updated: 09:33 AM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.8 ટકાના દરે વધશે અને એ પછી આવનાર નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ત્રિમાસિક ગાળામાં ફરી ભારતના જીડીપીમાં ઘટાડો નોંધવામાં આવશે.

  • વર્લ્ડ ઈકોનોમી વર્ષ 2023માં 2.9 ટકાના દરે વૃદ્ધિ પામશે
  • ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ક્વાર્ટરમાં 6.8 ટકાના દરે વધી રહી છે
  • આવતા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 6.1 ટકા રહેવાની શક્યતા
  • ભારત ગ્લોબલ ઈકોનોમીમાં 'બ્રાઈટ સ્પોટ' 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે વિશ્વની અર્થવ્યવસ્થા (Global Economy)અને ભારતીય અર્થવ્યવસ્થા(India Economy)ને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે વિશ્વ અર્થવ્યવસ્થાને લઈને IMFએ કહ્યું છે કે વૈશ્વિક વૃદ્ધિ વર્ષ 2023 માં પહેલા કરતા ઓછી રહેવાની સંભાવના છે અને IMF અનુસાર વર્લ્ડ ઈકોનોમી વર્ષ 2023માં 2.9 ટકાના દરે વૃદ્ધિ પામશે. જણાવી દઈએ કે વર્ષ 2022 માં તેનો અંદાજ 3.4 ટકા હતો. આ સિવાય જો આપણે વર્ષ 2024 વિશે વાત કરીએ તોવિશ્વની અર્થવ્યવસ્થામાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે અને 3.1 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. 

આ સાથે જ જો ભારતની અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો આ ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. જણાવી દઈએ કે ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ક્વાર્ટરમાં 6.8 ટકાના દરે વધી રહી છે અને આવતા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 6.1 ટકા રહેવાની શક્યતા છે.

ભારત ગ્લોબલ ઈકોનોમીમાં  'બ્રાઈટ સ્પોટ' 
જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી Pierre-Olivier Gourinchas ભારતીય અર્થવ્યવસ્થા વિશે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે. 'ઓક્ટોબર-ડિસેમ્બરના છેલ્લા ત્રિમાસિક અને આ વર્ષના જાન્યુઆરીના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીમાં વધારો થતાં જણાશે પણ માર્ચમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.8 ટકાના દરે વધશે અને એ પછી આવનાર નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ત્રિમાસિક ગાળામાં ફરી ભારતના જીડીપીમાં ઘટાડો નોંધવામાં આવશે. એ ઘટાડા સાથે જીડીપી 6.1 ટકાના દરે વૃદ્ધિ કરશે. જો કે આ ઘટાડા પછી પણ ભારતીય અર્થતંત્ર વિશ્વ અર્થતંત્ર માટે 'બ્રાઈટ સ્પોટ' તરીકે કામ કરશે. IMF અર્થશાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માં ભારતની અર્થવ્યવસ્થા ફરી એકવાર 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે અને આવી સ્થિતિમાં ઘણા બાહ્ય પરિબળો પણ તેમાં સામેલ થશે.

કેવી રહેશે એશિયાની ઇકોનોમી 
આ સાથે જ IMFના રિપોર્ટ અનુસાર વર્ષ 2023 અને 2024માં એશિયામાં 5.3 ટકા અને 5.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ શકે છે, જો કે એશિયાનો વિકાસ ચીનના વિકાસ પર નિર્ભર રહેશે. 2022 માં ચીનમાં ઝીરો કોવિડ નીતિના કારણે તેની જીડીપીમાં ભારે ઘટાડો નોંધાયો હતો, એ સમયે તેની જીડીપી 4.3 ટકા પર પહોંચી ગઈ હતી. જણાવી દઈએ કે આ વર્ષે ચીનમાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે જીડીપીમાં 0.2 ટકાનો ઘટાડો નોંધવામાં આવી શકે છે અને તે 3.0 ટકા સુધી પહોંચી શકે છે. એવામાં છેલ્લા 40 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે ચીનની જીડીપી વર્લ્ડ ઈકોનોમી કરતાં ઓછો નોંધાયો છે. તે જ સમયે વર્ષ 2023 માં ચીનની અર્થવ્યવસ્થા 5.2 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ