આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ પોતાના રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સરકારની ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ કર્યા છે.
IMFના રિપોર્ટમાં મોદી સરકારના વખાણ
કેન્દ્ર સરકારની આ યોજના મહામારીમાં ખૂબ કામમાં આવી
લોકો માટે મદદગાર સાબિત થઈ આ યોજના
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ પોતાના રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સરકારની ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ કર્યા છે. તેણે કહ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન આ યોજનાએ અત્યંત ગરીબીમાં વધારાને ટાળી દીધી છે. આઈએમએફએ એક નવા પેપરમાં જણાવ્યું છે કે, 2019મા ભારતમાં અતિ ગરીબી (પીપીપી 1.9 ડોલર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ) એક ટકાથી ઓછી છે. જે 2020 દરમિયાન પણ તે સ્તરે જ રહી હતી.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સફળ રહી
રિપોર્ટમાં કહેવાયુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ભારતમાં અતિ ગરીબી રેખામાં કઈ પણ વધારાને રોકવા માટે મહત્વની સાબિત થઈ છે.
મહામારીમાં અતિ ગરીબી રેખામાં વધારાને અટકાવી
આપને જણાવી દઈએ કે, આઈએમએફના આ રિપોર્ટમાં પહેલી વાર ગરીબી અને અસમાનતા પર ખાદ્ય સબ્સિડીનો પ્રભાવ સામેલ કર્યો છે. મહામારીથી પહેલાના વર્ષ એટલે કે, 2019માં અતિ ગરીબી 0.8 ટકા જેટલી ઓછી હતી. ગરીબો માટે ખાદ્ય સુરક્ષા તે નક્કી કરવામાં સહાયક બની હતી કે, મહામારીવાળા વર્ષ એટલે કે, 2020માં તેને નિમ્ન સ્તર પર બનાવી રાખ્યું. સતત બે વર્ષોમાં અતિ ગરીબી રેખાનું સ્તરને અતિ ગરીબીનું ઉન્મૂલન માનવામાં આવી શકે છે.
મહામારીમાં આ યોજનાનો વિસ્તાર કર્યો
આઈએમએફના રિપોર્ટમાં કહેવાયુ છે કે, પીએમજીકેએવાઈ ભારતમાં અતિ ગરીબીના સ્તરમાં કોઈ પણ વધારાને રોકવા માટે મહત્વનું હતું. આ ગરીબો પર કોવિડ 19ના કારણે નબળી આવકથી ઝટકાને ઓછ કરવામાં ઘણા બધા અંશે મહત્વનનું કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ તમામની વચ્ચે પીએમ મોદીએ સપ્ટેમ્બર 2022 સુધી આ યોજનાનો વિસ્તાર કર્યો છે. આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને મફતમાં અનાજ આપવામાં આવે છે.
દરેક વ્યક્તિને મળે છે 5 કિલો મફત અનાજ
દેશમાં કોવિડ મહામારીની શરૂઆત વચ્ચે માર્ચ 2020માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તેને ગત વર્ષે નવેમ્બરમાં માર્ચ 2022 સુધી ચાર મહિના સુધી લંબાવી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક વ્યક્તિને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે.
80 કરોડ લોકોને થાય છે ફાયદો
સરકારે માર્ચ 2020માં લગભગ 80 કરોડ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત લાભાર્થીઓને મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી. આઈએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહામારીનો ઝટકો ઘણા બધા અંશે એક અસ્થાયી આવકનો ઝટકો છે.